ટેસ્ટ સિરીઝમાં વોર્નર-સ્ટિવ સ્મિથ ઓસ્ટ્રેલિયાને મદદ કરશે

1033

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટી-૨૦ સિરીઝ બરાબરી પર પૂર્ણ થયા બાદ હવે ટેસ્ટ સિરીઝ શરૂ થશે. ટેસ્ટ સિરીઝની શરૂઆત ૬ ડિસેમ્બરે એડિલેડમાં રમાનાર મેચથી થશે. હવે આ વખતે ઓસ્ટ્રેલિયા ટીમના બે દિગ્ગજ ખેલાડી બોલ ટેમ્પરિંગના કારણે ભારત વિરૂદ્ધ રમી રહ્યા નથી. સ્ટિવ સ્મિથ અને ડેવિડ વોર્નર ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને એક વર્ષનો પ્રતિબંધ લાદ્યો હતો. અને આ જ કારણે તે આ સિરીઝનો ભાગ નથી, પરંતુ સ્મિથ અને વોર્નર ટી-૨૦ સિરીઝ બરાબરી પર રહેતા હવે ઓસ્ટ્રેલિયા ટીમની મદદ કરશે. આ બંન્ને ખેલાડીઓને ભલે ઓસ્ટ્રેલિયા તરફતી રમવા પર પ્રતિબંધ મૂક્વામાં આવ્યો હોય પરંતુ સ્ટિવ સ્મિથ અને ડેવિડ વોર્નર ત્યારે પણ પોતાના બોલરોની મદદ કરીને ભારત વિરૂદ્ધ ચાર ટેસ્ટ મેચોની શ્રૃંખલામાં પોતાની ભૂમિકા ભજવશે.

Previous articleઅમિતાભ, નસીરુદ્દીન તેમજ રાજકુમાર રાવ હવે સાથે હશે
Next articleઆઈસીસી વર્લ્ડ ટી-૨૦ઃ હરમનપ્રીત કૌરની કેપ્ટન તરીકે પસંદગી