વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મુંબઇના ભીષણ ત્રાસાવાદી હુમલાની ૧૦મી વરસીના દિવસે આ હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ લોકો અને ત્રાસવાદ સામેના જંગમાં પ્રાણોની આહુતિ આપનાર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમને યાદ કર્યા હતા. બીજી બાજુ આ હુમલાની વરસીના દિવસે પોતાના સગાસંબંધીઓને ગુમાવનાર લોકોએ પણ તેમને યાદ કરવામાં આવ્યા હતા. મહારાષ્ટ્ર સરકાર અને મુંબઇ પોલીસે કેટલાક શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજ્યા હતા. જેની શરૂઆત સવારે આઠ વાગે થઇ ગઇ હતી. મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસ અને અન્ય પ્રધાનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. વરસીને લઇને પહેલાથી જ મજબુત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી.
મુંબઈ હુમલાની વરસી શાંતિપૂર્ણ રીતે પસાર થાય તે માટે તમામ પગલા લેવામાં આવ્યા હતા. વરસી દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પગલા લેવાયા હતા.મુંબઇ અને દેશના જુદા જુદા જુદા ભાગોમાં આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયા હતા. જેમાં અંજલિ આપવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ ત્રાસવાદ સામેના જંગને વધુ કઠોર બનાવવાની પણ વાત કરી હતી. મોદીએ કહ્યું હતું કે તેઓ દેશના સાહસી જવાનોને સલામ કરે છે. તેમના સાહસ પર દેશના લોકોને ગર્વ છે. ત્રાસવાદ સામે સાથે મળીને લડતને આગળ વધારવાની તેમણે હાકલ કરી હતી. મુંબઇમાં નવ વર્ષ પહેલા એટલે કે ૨૬મી નવેમ્બર ૨૦૦૮ના દિવસે ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ૧૬૬ લોકોના મોત થયા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા. સમગ્ર વિશ્વમાં આ હુમલાની નોંધ લેવામાં આવી હતી.૧૦ ત્રાસવાદીઓએ મુંબઇમાં આતંક મચાવ્યો હતો. જો કે આ હુમલા દરમિયાન એક ત્રાસવાદી કસાબને જીવતો પકડી લેવામાં આવ્યો હતો ત્યારબાદ તેને મૃત્યુદંડની સજા કરવામાં આવી હતી. દેશના જુદા જુદા ભાગોમાં પણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયા હતા. વાણિજ્ય પાટગનર મુંબઇમાં વરસીના દિવસે સઘન સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી. સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા હતા. દેશના સરહદી રાજ્યોમાં ખાસ પગલા લેવામાં આવ્યા હતા.



















