કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી હરિભાઈ ચૌધરી આક્ષેપ બાદ આખરે જાહેરમાં દેખાયા

748

સીબીઆઈના ડી.આઇ.જી એ કેન્દ્રના રાજ્યકક્ષાના મંત્રી હરિભાઈ ચૌધરી ઉપર કરોડો રૂપિયાની લાંચ લેવાનું સુપ્રીમ કોર્ટમાં આક્ષેપ કર્યા બાદ હરિભાઈ ચૌધરી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. સતત ત્રણ દિવસ સુધી પોતાના ઘરમાં બંધ રહ્યા બાદ આખરે તેઓ પરિવાર સાથે મુંબઇ જતા રહ્યા હતા.

તેમનો સંપર્ક કરવા માટે ભાજપ સંગઠન અને સરકારમાંથી અનેક વખત પ્રયાસો કરાયા હતા પરંતુ તેઓ કોઈને મળ્યા નહોતા. આખરે ભાજપની નેતાગીરીએ કેટલાક આગેવાનોને પાલનપુર નજીક આવેલા જગાણા ગામના તેમના સ્થાન પર રૂબરૂ મોકલ્યા હતા. જેથી હરિભાઇ ચૌધરીએ ટેલીફોન પર વડાપ્રધાન મોદીના ખાસ વિશ્વાસુ ગણાતા એક નેતા જોડે વાત કરી હતી. ત્યારબાદ તેઓએ અને કોઈ સાથે વાત કરી ન હતી. તેઓએ પોતાના બંને મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ કરી દીધા હતા ઉપરાંત પણ તેઓ ઉપાડતા નહોતા. ભાજપના સૂત્રો જણાવે છે કે સીબીઆઈના આક્ષેપ બાદ તેઓ ખૂબ જ ડરી ગયા છે.

લોકસભાની ચૂંટણી પહેલા આ વિવાદનો જલ્દીથી અંત આવે તેમજ આ ઈશ્યૂને લોકો જલ્દીથી ભૂલી જાય એવી તેમની માનસિકતા છે. મુંબઈ પોતાના પુત્રને ઘરે રહ્યા બાદ આખરે તેઓ ગુજરાત પરત આવી ગયા છે. સૂત્રો કહે છે કે હરિભાઈ ચૌધરી ગઈકાલે કોબા ખાતે આવેલા ભાજપના કાર્યાલય ની મુલાકાત લીધી હતી જ્યાં તેઓ ભાજપના નાના-મોટા નેતાઓને પણ મળ્યા હતા. જ્યારે આજે પાલનપુર નજીક આવેલા કોઈ ગામની શાળાના હાજરી આપી હતી. આમ ગુમ થઈ ગયેલા રાજ્યકક્ષાના મંત્રી ચૌધરી આખરે જાહેરમાં દેખાવાનું શરૂ કર્યું છે.

Previous articleકોલગેટ દ્વારા રનીંગ ડ્રાય જર્નીના ભાગરૂપે મીના ગુલીનું સ્વાગત
Next articleસુરત ટ્યુશન ક્લાસમાં આગ મામલો શિક્ષણ મંત્રીએ આપ્યા તપાસના આદેશ