ઇન્કમટેક્સ રિફંડના નામે ઓનલાઇન ઠગાઇ કરતી આંતરરાષ્ટ્રીય નાઈઝિરિયન ગેંગની ધરપકડ

529

ઈ-મેઇલ મારફતે ઈન્ક્મટેક્ષ રિફંડ આપવાની લાલચ આપી ભારતીય નાગરિકો સાથે કરોડોની ઠગાઈ કરનારી આંતરરાષ્ટ્રીય ગેંગ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે ઝડપી પડી છે. ઉલ્લેખનીય છે કે, આ ગુનાનો ભેદ પ્રથમ વખત ભારતમાં અમદાવાદ સાયબર ક્રાઇમએ શોધી કાઢી અનેક ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

અમદાવાદના એક વેપારીને ૮ માસ પહેલા એક મોબાઈલમાં ઈમેલ આવ્યો હતો, કે તમને ઈન્ક્મટેક્સ રિફંડ કરવાનું છે. આ લિંક પર ક્લિક કરો, ફરિયાદીએ લિંક પર ક્લિક કરતા ઓનલાઇન એક ફોર્મ ભરાવામાં આવ્યું હતું. અને થોડા જ સમયમાં ફરિયાદીના મોબાઈલમાં ટી-મોબાઈલ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક આવી ફરિયાદીએ તેના ઓર ક્લિક કરતા ના થોડા જ સમયમાં આખો મોબાઈલ હેક કરી લેવામાં આવ્યો હતો. નાઈઝિરિયન ગેંગ દ્વારા અને મોબાઈલ માંથી બેન્કના આઈડી પાસવર્ડ સહીત અગત્યના દસ્તાવેજો ચોરી લેવામાં આવ્યા અને ફરિયાદીના બેન્ક એકાઉન્ટ માંથી બે લાખની રોકડ પણ ટ્રાન્સફર કરી લેવામાં આવી હતી.

ફરિયાદ નોંધાતાની સાથે જ સાયબર ક્રાઇમ બ્રાંચ તપાસમાં લાગી પણ લાંબા સમય બાદ પણ કોઈ માહિતી ન મળતા આખરે સાયબર ક્રાઇમના અધિકારીઓ પણ ગુનેગારોની જેમ વિચારી જે ઈમેલ આવ્યો હતો તેના આઈપી એડ્રેસથી ઉંધી શરૂવાત કરી છેલા આઈપી એડ્રેસ સુધી પોહચી નાઈઝિરિયન ગેંગના સર્વર સુધી પોહચીને નાઈઝિરિયન ગેંગનું સર્વર હેક કરી માહિતી ભેગી કરી જેમાંથ  સાયબર ક્રાઇમ બ્રાંચને એક મોબાઈલ નંબર મળી આવ્યો જે મુંબઈમાં એક્ટિવ હોવાથી પુલીસે મુંબઈમાં તપાસ શરુ કરી હતી.મુંબઈ માંથી પોલીસે નાઈઝિરિયન ગેંગના ઈદ્રીશ ડિકોસ્ટા , ઇફાઇન ઓધુ , અને સેનીડુ જોસેફ સહીત ચાર ભારતીય ઈરફાન દેશમુખ , તાબીસ દેશમુખ ,નિઝામુદીન શેખ અને રાજેશ ગાયકવાડની ધરપકડ કરી મોબાઈલ સહીત પાસપોર્ટનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો..

Previous articleડીસાના આસેડા પાસે કાર અને છકડો રીક્ષાની ટક્કર, ૪ને ગંભીર ઈજાઓ
Next articleભાજપે પોતાની સરકાર બનાવવા તમામ મર્યાદાઓને ઓળંગી : સોનિયા