સુરત ટ્યુશન ક્લાસમાં આગ મામલો શિક્ષણ મંત્રીએ આપ્યા તપાસના આદેશ

1098

ગઇ કાલે સુરતના વેસુ વિસ્તારમાં એક બિલ્ડીંગમાં આગ લાગી હતી. જે દરમિયાન ખાનગી ટ્યુશન ક્લાસમાં આગમાં એક વિદ્યાર્થીનુ મોત થયુ હતું. આ મામલે રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબેને પ્રતિક્રિયા આપી છે કે, આ મામલે તપાસ કરીને જવાબદાર લોકો સામે પગલા લેવામાં આવશે.

સાથે જ તેમણે જણાવ્યુ કે, આજથી સરકાર દ્વારા રાજ્યમાં ૧૮ વર્ષ સુધીના બાળકો માટે આરોગ્ય તપાસના કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમનુ ભાવનગરમાં ઉદ્ઘાટન થયુ છે.

રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી વિભાવરી દવે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ, બાળકો અને અધિકારીઓ હાજર રહ્યા હતા.

Previous articleકેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી હરિભાઈ ચૌધરી આક્ષેપ બાદ આખરે જાહેરમાં દેખાયા
Next articleવાઈટબ્રન્ટના નામે કરોડોના ધૂમાડાનો ધાનાણીએ કર્યો વિરોધ