ફિલ્મ તથા ટીવી સીરીયલની કલાકાર ગુલફામખાન બની ભાવેણાની મહેમાન

1646

હિન્દી ફિલ્મો ઉપરાંત ટીવી સીરીયલની કલાકાર ગુલફામખાન આજે લગ્ન પ્રસંગે ભાવનગરની મહેમાન બની હતી. જ્યાં તેમણે પત્રકારોને મુલાકાત આપી હતી. હાલમાં સબ સીટી ઉપર ચાલતી અલ્લાદ્દીન નામ તો સુના હોગા સીરીયલમાં કાકીની ભુમિકા ભજવતી કલાકાર ગુલફામખાન ભાવનગરના ઈસ્કોન ક્લબમાં લગ્ન પ્રસંગે આવેલ ત્યાં તેમણે આપેલી મુલાકાતમાં સંસ્કારી નગરી ભાવનગરના વખાણ કર્યા હતા અને બીજી વખત તે ભાવનગર આવી હોવાનું જણાવ્યું હતું.

તેમણે ૧પથી વધારે ફિલ્મોમાં કામ કર્યુ હોવા ઉપરાંત લાડો-ર, ખ્વાબો કી જમીન પર, નામકરણ, ઈશ્ક કા રંગ સફેદ, ભાગ્યલક્ષ્મી, મધુબાલા સહિત રપથી વધારે સીરીયલોમાં કામ કર્યુ છે અને ૧ ફિલ્મ પણ લખી છે.

Previous articleમહારાષ્ટ્રમાં મરાઠાને ૧૬ ટકા અનામત
Next articleસિહોરમાં ઉતરતો ઈંગ્લીશ દારૂનો મસમોટો જથ્થો ઝડપાયો