મહારાષ્ટ્રમાં મરાઠાને ૧૬ ટકા અનામત

645

મરાઠા સમુદાયને અનામત આપવા સાથે સંબંધિત ચર્ચાસ્પદ બિલને આજે મહારાષ્ટ્ર વિધાનમંડળમાં પાસ કરી દેવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર વિધાનસભામાં મરાઠાઓને નોકરી અને શિક્ષણમાં ૧૬ ટકા અનામત આપવા સાથે સંબંધિત પાસ કરી દેવામાં આવ્યું છે. બંને ગૃહની સર્વસંમતિ હવે મળી ચુકી છે. વિધાનસભામાં આ પ્રસ્તાવ મુકવામાં આવ્યા બાદ બંને ગૃહની મંજુરી મળી ગઈ છે. સરકાર હવે ટૂંક સમયમાં જ કાનૂની ઔપચારિકતા પૂર્ણ કરીને આને અમલી કરવાના પ્રયાસ કરશે. મહારાષ્ટ્ર વિધાનસભામાં આજે આ બિલ રજૂ કરતા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવિસે કહ્યું હતું કે, અમે મરાઠા અનામત માટે પ્રક્રિયા પૂર્ણ કરી ચુક્યા છે. આજે અમે બિલ લઇને આવ્યા છે. જો કે, ફડનવીસે ધનગર  અનામત પર રિપોર્ટ પૂર્ણ નહીં થવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ધનગર અનામત પર રિપોર્ટ પૂર્ણ કરવા માટે એક પેટાકમિટિની રચના કરવામાં આવી છે જે ટૂંક સમયમાં જ એક રિપોર્ટ અને એટીઆર વિધાનસભામાં રજૂ કરશે. પહેલા વિધાનસભાથી બિલને સામાન્ય મંજુરીથી પસાર કરીને વિધાન પરિષદમાં મુકવામાં આવ્યું હતું જ્યાંથી આને સર્વસંમતિથી પસાર કરી દઇને આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સરકાર પાંચમી ડિસેમ્બરથી રાજ્યમાં મરાઠા અનામત લાગૂ કરવાના પ્રયાસમાં છે.

આગામી પાંચ દિવસમાં કાયદાકીય ઔપચારિકતા પૂર્ણ કરીને આને અમલી કરવામાં આવશે. કોંગ્રેસીને નેતા અશોક ચવાણે મરાઠા અનામત વિધેયક પસાર કરવાને લઇને સમગ્ર મરાઠા સમુદાયને ક્રેડિટ આપી હતી. તેમણે કહ્યું હતું કે, વોટના ધ્રુવીકરણ માટે ફડનવીસ સરકારે આ નિર્ણય લીધો છે જેથી સરકારે મુસ્લિમ અનામતને લઇને કોઇ નિર્ણય કર્યો નથી. થોડાક દિવસથી મરાઠા અને ઘનગર સમાજના અનામતના મુદ્દા ઉપર મહારાષ્ટ્ર વિધાનમંડળના શિયાળુ સત્રમાં મડાગાંઠની સ્થિતિ હતી. મંગળવારના દિવસે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે આક્ષેપબાજીનો દોર ચાલ્યો હતો. બંને પક્ષોએ એકબીજાની નીતિ ઉપર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તર્કવિતર્કોનો વરસાદ થયો હતો. ફડનવીસે વિપક્ષની યોજના પર પ્રશ્ન ઉઠાવ્યા હતા જ્યારે વિપક્ષે સરકારની વિચાર શક્તિ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. અનામતના મુદ્દા ઉપર કોઇ રાજનીતિ કરવામાં આવી નથી. ફડનવીસે કહ્યું હતું કે, સરકાર મરાઠા સમાજને અનામત આપવા ઇચ્છુક છે.

મુખ્યમંત્રીએ અગાઉ કહ્યું હતું કે, આયોગના નિયમ ૧૪ અને ૧૫માં કહેવામાં આવ્યું છે કે સરકાર નિયમ મુજબ કામ કરી રહી છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં મરાઠાઓને નોકરી અને શિક્ષણમાં ૧૬ ટકા અનામત આપવા સંબંધિત બિલ પાસ થઇ જતાં મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયના લોકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે.

Previous articleરાજસ્થાનમાં કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરોઃ છોકરીઓને મફત શિક્ષા અને વૃદ્ધ ખેડૂતોને પેન્શન આપશે
Next articleફિલ્મ તથા ટીવી સીરીયલની કલાકાર ગુલફામખાન બની ભાવેણાની મહેમાન