ફીફા રેંકીંગઃ બેલ્જિયમ પ્રથમ સ્થાને યથાવત, ભારત ૯૭મા નંબર પર

723

બેલ્જિયમની ફુટબોલ ટીમ વિશ્વ રેન્કિંગમાં પ્રથમ સ્થાને યથાવત છે. ફુટબોલની સર્વોચ્ચ સંસ્થા ફીફાએ ગુરૂવારે રાત્રે રેન્કિંગ જાહેર કર્યું હતું. ટોપ-૧૦માં માત્ર બે ટીમો પોર્ટુગલ અને ઉરુગ્વેના રેન્કિંગમાં ફેરફાર થયો છે. ભારત ૯૭મા નંબર પર છે, જ્યારે પાકિસ્તાનની રેન્કિંગ ૧૯૯મી છે. ફીફા રેન્કિંગમાં પ્રથમ પાંચ સ્થાનોમાં કોઈ ફેરફાર થયો નથી. બેલ્જિયમ ૧૭૨૭ પોઈન્ટની સાથે નંબર-૧ પર છે. બેલ્જિયમની ટીમ આ વર્ષે યોજાયેલી ફીફા વિશ્વકપમાં ત્રીજા સ્થાને રહી હતી. તેણે ત્રીજા સ્થાન માટે રમાયેલી મેમચાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. ફ્રાન્સે ક્રોએશિયાને હરાવીને ટાઇટલ જીત્યું હતું. ફ્રાન્સ ૧૭૨૬, બ્રાઝીલ ૧૬૭૬, ક્રોએશિયા ૧૬૩૪ અને ઈંગ્લેન્ડ ૧૬૩૧ પોઈન્ટની સાથે ક્રમશઃ બીજા, ત્રીજા, ચોથા અને પાંચમાં સ્થાને છે. આ રીતે સ્વિટ્‌ઝર્લેન્ડ (૧૫૯૯), આઠમાં, સ્પેન (૧૫૯૧) નવમાં અને ડેનમાર્ક (૧૫૮૯) ૧૦મા સ્થાને છે. પોર્ટુગલની ટીમ એક સ્થાનની છલાંગ લગાવીને છઠ્ઠા ક્રમે પહોંચી ગઈ છે. બીજીતરફ ઉરુગ્વેની ટીમ એક સ્થાન નીચે આવીને સાતમાં સ્થાને પહોંચી ગઈ છે. પોર્ટુગલના ૧૬૧૪ અને ઉરુગ્વેના ૧૬૦૯ પોઈન્ટ છે. ટોપ-૧૦ બહાર આર્જેન્ટીના એક સ્થાન ઉપર આવીને ૧૧મા નંબર પર છે. તો કોલંબિયાને એક સ્થાનનું નુકસાન થયું છે અને તે ૧૨મા સ્થાને છે. સ્વીડન ત્રણ સ્થાનના સુધારની સાથે નેધરલેન્ડની સાથે સંયુક્ત રૂપથી ૧૪મા નંબરે છે. સ્વીડન અને નેધલેન્ડ એક સ્થાન ઉપર આવવાથી જર્મની અને મેક્સિકો એક-એક સ્થાન નીચે આવી ગયા છે.

Previous articleચેક બાઉન્સ થવા મામલે રાજપાલ યાદવને ૩ મહિનાની જેલ
Next articleપ્રો કબડ્ડી : ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્‌સે પૂણેરી પલ્ટનને ૩૫-૨૦થી હરાવ્યું