ભારત-ઓસ્ટ્રેલિયાની વચ્ચે પ્રથમ ટ્‌વેન્ટીનો તખ્તો તૈયાર

676

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલથી ટ્‌વેન્ટી મેચોની શ્રેણી શરૂ થઇ રહી છે. બે ટ્‌વેન્ટી મેચોની શ્રેણીની પ્રથમ મેચ આવતીકાલે વિશાખાપટ્ટનમ ખાતે રમાનાર છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ જોરદાર દેખાવ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ઘરઆંગણે ભારતીય ટીમ હોટફેવરીટ દેખાઇ રહી છે. તમામ સ્ટાર ખેલાડીઓ પર ચાહકોની નજર રહેશે. વર્લ્ડ કપ આડે વધારે સમય રહ્યો નથી ત્યારે આ શ્રેણી ભારત માટે ખુબ ઉપયોગી દેખાઇ રહી છે.  અત્રે ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા સામે રમાનારી બે મેચોની ટ્‌વેન્ટી શ્રેણી અને પાંચ વનડે મેચોની શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત ૧૫મી ફેબ્રુઆરીના દિવસે કરવામાં આવી હતી. મુંબઈમાં મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદના નેતૃત્વમાં પસંદગી સમિતિની બેઠક મળી હતી જેાં ટીમની જાહેરાત કરવામાં આવી હતી. બંને સિરિઝ માટે ટીમમાં કેપ્ટન વિરાટ કોહલી, ઝડપી બોલર જસપ્રિત બુમરાહ અને બેટ્‌સમેન રાહુલની વાપસી થઇ હતી જ્યારે દિનેશ કાર્તિકને સામેલ કરવામાં આવ્યો નથી પરંતુ તે ટી-૨૦ ટીમમાં સામેલ રહેશે. મુંબઈ ઇન્ડિયન્સના લેગસ્પીનર મયંક માર્કન્ડેનો ટ્‌વેન્ટી ટીમમાં સમાવેશ કરાયો હતો. વર્લ્ડકપ પહેલા ટીમ ઇન્ડિયા પાસે પાંચ વનડે મેચો બચી છે. આ સિરિઝને વર્લ્ડકપ માટે ડ્રેશરિહર્સલ તરીકે ગણવામાં આવે છે. આનાથી ટીમ ઇન્ડિયા માટે ચિત્ર સ્પષ્ટ થશે. બુમરાહે ઓસ્ટ્રેલિયાની સામે ત્રણ  વનડે મેચોની શ્રેણી અને ન્યુઝીલેન્ડના પ્રવાસમાં નહીં જોડાવવાનો નિર્ણય કર્યો હતો. રાહુલની ટ્‌વેન્ટી અને વનડે બંનેમાં એન્ટ્રી થઇ છે. દિનેશ કાર્તિકને પડતો મુકવામાં આવ્યા બાદ આને લઇને નારાજગીનું મોજુ પણ ફરી વળ્યું છે. હાર્દિક પંડ્યા ફિટનેસને લઇને વારંવાર પરેશાન રહે છે. આ શ્રેણીની પ્રથમ ટ્‌વેન્ટી મેચ ૨૪મીએ રમાશે જ્યારે વનડે શ્રેણીની શરૂઆત બીજી માર્ચના દિવસે થશે.મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ટ્‌વેન્ટી મેચમાં ઓસ્ટ્રેલિયા પણ જોરદાર દેખાવ કરવા માટે તૈયાર છે. ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં શાનદાર દેખાવ કરીને પરત ફરી છે. ફિન્ચના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પણ દેખાવ કરવા તૈયાર છે. આ ટીમમાં પણ અનેક આક્રમક ખેલાડી છે. જેમાં શોન માર્શ, ગ્લેન મેક્સેલનો સમાવેશ થાય છે.  મેચને લઇને ભારે ઉત્ત્સાહ છે. બંને ટીમોની સુરક્ષા પર ખાસ ધ્યાન અપાયું છે. ટીમો નીચે મુજબ છે.

ભારત : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, શિખર ધવન, પંત, દિનેશ કાર્તિક, ધોની, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, વિજય શંકર, યુજવેન્દ્ર, જસપ્રિત, ઉમેશ, સિદ્ધાર્થ અને મયંક.

ઓસ્ટ્રેલિયા : ફિન્ચ, બહેરન્ર્‌ડોર્ફ, એલેક્સ કેરી, કાઉન્ટર નીલ, કમિન્સ, હેન્ડ્‌સકોમ્બ, ઉષ્માન ખ્વાજા, નાથન લિયોન, સોન માર્શ, ગ્લેન મેક્સવેલ, રિચર્ડસન, કેન રિચર્ડસન, શોર્ટ, સ્ટેનોઈસ, ટર્નર, ઝંપા.

 

Previous articleકેન્દ્ર સરકારના નિર્ણયની અમે સાથે જ છીએ : વિરાટ કોહલી
Next articleઅહમદ પટેલે રાહુલ-પ્રિયંકાની સભાની તૈયારીની સમીક્ષા કરી