ચિત્રા જીઆઈડીસી થયેલ લૂંટ હત્યાના આરોપીઓ ઝડપાયા

981

ભાવનગર શહેરના ચિત્રા જી.આઇ.ડી.સી.માં ત્રણ દિવસ પુર્વે એક પરપ્રાંતીય યુવકનું મોટર સાયકલ ઉપર અપહરણ કરી લુંટ કરી તેને માર મારી તેને ઇજા પહોચાડી મોત નિપજાવી નાખ્યા અંગેનો બનવ બનેલ તે ગુન્હામાં બે આરોપીઓને બોરતળાવ તથા એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડેલ છે.

આ બનાવની હકિકત એવી છે કે, તારીખ ૨૬/૧૧/૨૦૧૮ ના રોજ આ કામેના મરણજનાર પપ્પુભાઇ રહેવાસી યુ.પી. તથા તેના કાકા શૈલેન્દ્રકુમાર ગંગારામ રહેવાસી યુ.પી. હાલ ચિત્રા જી.આઇ.ડી.સી. પપ્પુભાઇના કારખાને જઇ રહ્યા હતા ત્યારે ચિત્રા જી.આઇ.ડી.સી.માં ગણેશ વે બ્રીજથી આગળના ભાગે સુમસાન રસ્તે પાછળથી બે ઇસમો મોટર સાયકલ ઉપર આવેલ અને ફરિયાદી શૈલેન્દ્રકુમારને લુંટના ઇરાદે માર મારતા તે ત્યાથી ભાગી ગયેલ અને આ કામે મરણ જનાર પપ્પુભાઇને બંન્ને આરોપીઓ પોતાના હિરો હોન્ડા સ્પ્લેન્ડર ઉપર બેસાડી દઇ તેનું અપહરણ કરી તેને અવાવરૂ જગ્યાએ લઇ જઇ લુંટી લેવાના ઇરાદે મરણ તોલ માર મારી તેના ખિસ્સામાંથી પાકીટમાંથી રૂપિયા ૨૦૦/- ની લુંટ કરી બંન્ને આરોપીઓ ફરાર થઇ ગયેલ જે બાબતની ફરિયાદ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવા અને ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને તાત્કાલીક ઝડપી પાડવા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સૈયદે સખત સુચના આપેલ    જે અનુંસંધાને બોરતળાવ પોલીસ તથા એસ.ઓ.જી. પોલીસે જુદી જુદી ટીમો બનાવી આરોપીઓને તાત્કાલીક ઝડપી પાડવા ચક્રો ગતીમાન કરેલ ગુન્હો શરૂઆતમાં અનડિટેકટ હતો પરંતુ બોરતળાવ પોલીસ તથા એસ.ઓ.જી. પોલીસે સંયુક્ત રીતે ટીમવર્કથી કામ કરી ખાનગીરાહે તપાસ હાથ ધરી આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ  અનીલ ઉર્ફે અનકો હિંમતભાઇ મકવાણા રહેવાસી હાદાનગર સત્યનારાયણ સોસાયટી પ્લોટ નંબર ૫૫ ભાવનગર  ઘનશ્યામ ઉર્ફે ઘુઘો  સવજીભાઇ મકવાણા રહેવાસી હાદાનગર સતયનારાયણ સોસાયટી આજરોજ રેલ્વે કોલોની ડી.આર.એમ. ઓફિસ પાસેથી ઝડપી પાડી અન ડીટેકટ અપહરણ-લુંટ-મર્ડરના ગુન્હાનો ભેદ ઉકેલી નાખેલ છે.

Previous articleવિરાટ સ્વામીનારાયણ નગરમાં નારી અને બાળ ઉત્કર્ષનો અદ્દભુત સમન્વય
Next articleપરિણતાને મરવા મજબુર કરનાર પતિ, જેઠાણીને સાત વર્ષની કેદ