કેટી હોમ્સ જેમી ફોક્સ સાથે પેરિસમાં લગ્ન કરવા તૈયાર

816

સુરી ક્રુઝની માતા અને લોકપ્રિય અભિનેત્રી કેટી હોમ્સ હવે ૫૦ વર્ષીય જેમી ફોક્સની સાથે લગ્ન કરવા માટે તૈયાર થઇ ગઇ છે. તેમના લગ્નને લઇને હવે સત્તાવાર તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આની જાહેરાતની સાથે જ છેલ્લા કેટલાક સમયથી તેમના લગ્નને લઇને ચાલી રહેલી ચર્ચાનો અંત આવી ગયો છે. ઓસ્કાર વિજેતા સ્ટાર જેમી ફોક્સ સીટી ઓફ લાઇટમાં લગ્ન કરનાર છે. રડાર ઓનલાઇન માટેના સુત્રોએ આ મુજબની માહિતી આપી છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે પેરિસ એવા સિટી તરીકે છે જે તમામ માટે લોકપ્રિય છે. લગ્નને લઇને સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. કેટી છેલ્લા કેટલાક સમયથી લગ્ન કરવાને લઇને ઇચ્છુક હતી. હવે તેની ઇચ્છા પૂર્ણ થવા જઇ રહી છે. કેટીએ ખુલાસો કરતા કહ્યુ છે કે તે લગ્ન કરવા માટેની તૈયારી કરી ચુકી છે. સિટી ઓફ લાઇટમાં વિન્ટર વેડિંગ માટેની તૈયારીમાં છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે વર્ષ ૨૦૧૨માં કેટી હોમ્સ અને હોલિવુડ સ્ટાર ટોમ ક્રુઝ વચ્ચે છુટાછેડા થઇ ગયા હતા. આ મહિનાની શરૂઆતમાં કેટી હોમ્સ આંગળીમાં ડાઇમન્ડ રિંગ સાથે નજરે પડી હતી. ત્યારબાદથી જ તે લગ્નને લઇને ચર્ચા ચાલી રહી હતી. જેમી ફોક્સ પોતાની કેરિયરને લઇને હજુ પણ આશાવાદી છે.

સ્ટાર  જેમી અનેક યાદગાર ફિલ્મમાં કામ કરી ચુક્યો છે. તે ઓસ્કાર સહિતના તમામ એવોર્ડ પોતાના નામ પર કરી ચુક્યો છે. કેટી હોમ્સ પણ ફિલ્મોમાં હજુ સક્રિય છે. તેની નવી ફિલ્મ સિક્રેટ હવે ટુંક સમયમાં જ રજૂ કરવામાં આવનાર છે. પેરિસમાં લગ્નને લઇને કેટી અને જેમી ફોક્સના ચાહકોમાં ભારે ચર્ચા છે. લગ્નને લઇને સત્તાવાર જાહેરાત હવે કરી દેવામાં આવી છે. કેટી હોમ્સે ટોમ ક્રુઝ સાથે લગ્ન કર્યા ત્યારે તેની ભારે ચર્ચા જોવા મળી હતી. સુરી ક્રુઝની માતા અને લોકપ્રિય અભિનેત્રી કેટી હોમ્સ હવે ૫૦ વર્ષીય જેમી ફોક્સની સાથે લગ્ન કરવા માટે તૈયાર થઇ ગઇ છે. તેમના લગ્નને લઇને હવે સત્તાવાર તારીખ જાહેર કરી દેવામાં આવી છે.