શર્મન જોશી ’બારિશ’થી ડિજિટલ પ્લેટફોર્મ પર હાથ અજમાવશે

860

હોનહાર અભિનેતા શર્મન જોશી પણ અન્ય કલાકારોની જેમ ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રવેશી રહ્યો હોવાની જાણકારી મળી હતી. એને બારિશ નામની લવ સ્ટોરી માટે સાઇન કરવામાં આવ્યો હતો. ’ઠીક ઠીક સમયથી મેં એક્કે લવ સ્ટોરી ધરાવતી ફિલ્મ કરી નથી. એટલે બારિશની ઑફર આવતાં મેં સ્વીકારી લીધી હતી’ એમ શર્મને કહ્યું હતું. ટીવી સ્ટાર આશા નેગી આ સાહસમાં એની હીરોઇન છે. એકતા કપૂરની અલ્ટબાલાજીનું આ સર્જન છે. બે સાવ અજનબી યુવાહૈયાં પ્રેમમાં પડે છે ત્યારબાદ જે સંજોગો આકાર ધારણ કરે છે એની વાત આ સિરિઝમાં રજૂ થશે.