ભાવ. STએ ૧૬૮ એકસ્ટ્રા ટ્રીપો કરી

0
1074

લોકરક્ષકની ભરતીનું પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવતા પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોને પરત પોતાના ગામ જવા માટે ભાવનગર એસ.ટી. મથકે થયેલા ભારે ધસારાને પહોંચી વળવા ભાવનગર એસ.ટી. ડીવીઝન દ્વારા વધારાની ૧૬૮ ટ્રપો કરી અને ઉમેદવારીને પોતાના વતન પહોંચાડયા હતા જો કે અચાનક થયેલા ધસારાના કારણે થોડીવાર માટે હોબાળો મચ્યો હતો પરંતુ સીટી ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો દોડી આવતા મામલો થાળે પડ્યો હતો.

લોકરક્ષકની પરીક્ષા રદ થતા ઉમેદવારો રોષે ભરાયા હતા અને પોતાના વતન પરત ફરવા માટે એસ.ટી. મથકે હજારો લોકો એક સાથે આવી પહોંચતા ભારે ધાંધલ-ધમાલ સર્જાયેલ પરંતુ પોલીસ કાફલાએ પહોંચી મામલો થાળે પાડ્યો હતો તો એસ.ટી. ભાવનગરના વિભાગિય નિયામક  પરમાર દ્વારા પણ સમય સુચકતા વાપરી સત્વરે એકસ્ટ્રા બસો  ફાળવી દેતા ઉમેદવારીને રાહત થયેલ.  વિભાગિય નિયામક પરમારે ‘લોકસંસાર’ સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવેલ કે અચાનક થયેલા ધસારાના કારણે તાત્કાલિક અસરથી કેટલાક ગ્રામ્ય પંથકના રૂટો કેન્સલ કરવા ઉપરાંત વધારાની બસો ફાળવી અમદાવાદ, રાજકોટ, અમરેલી, ધોરાજી, બોટાદ સહિતમાં જરૂરિયાત પ્રમાણે એક-એક સ્થળે ૩ થી ૧૧ સુધી બસો ફાળવી પરીક્ષાર્થ્‌ઓને રવાના કરાયા હતાં. કુલ ૧૬૮ ટ્રીપો એકસ્ટ્રા દોડાવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here