રોહિત-કરણની ફિલ્મમાં અક્ષયને સાઇન કરાયો

889

ખાન કલાકારોને અતિક્રમી જતા અને બોક્સ ઑફિસ પર છવાઇ જતા મોખરાના અભિનેતા અક્ષય કુમારને બે ખમતીધર ફિલ્મ સર્જકોએ સાઇન કર્યો હોવાની માહિતી મળી હતી.

૧૦૦ કરોડની ફિલ્મ-ક્લબના સ્થાપક મનાતા રોહિત શેટ્ટી હાલ કરણ જોહરની ફિલ્મ સિમ્બાનું ડાયરેક્શન કરી રહ્યા છે. અક્ષય કુમારની કારકિર્દીથી પ્રભાવિત રોહિત અને કરણે બંનેએ સાથે મળીને એક સહિયારું સર્જન કરવાનો નિર્ણય કર્યો હતો. એ માટે રોહિતની આરએસ ફિલ્મ્સ અને કરણની ધર્મા પ્રોડક્શન્સે અક્ષય કુમારને હીરો તરીકે સાઇન કર્યો હોવાની વાતો આજકાલ બોલિવૂડની કૉકટેલ સર્કિટમાં જોરશોરથી ચાલી રહી છે. આમેય અક્ષય આજકાલ કરણ જોહરની બેટલ ઑફ સારગઢીની કથા પર આધારિત ફિલ્મ કેસરી તો કરે જ છે. કેસરી પૂરી થયા બાદ એ કરણની ગૂડ ન્યૂઝ કરશે જેમાં આઠ નવ વર્ષના ગાળા બાદ કરીના કપૂર ખાન એની હીરોઇન છે. ગૂડ ન્યૂઝ ઓલરેડી ફ્લોર પર જઇ ચૂકી છે.

રોહિત અને કરણની સહિયારી ફિલ્મમાં મોહિત સૂરીને ડાયરેક્ટર તરીકે પસંદ કરાયા હોવાની વાતો પણ થઇ રહી હતી.