બોટાદમાં ભાભણ રોડ પર રહેતી ૬ વર્ષની માસુમ બાળકીને કોઈ અજાણ્યા શખ્સે પતંગ આપવાની લાલચ આપી અવાવરૂ જગ્યા પર લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાને લઈ સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા આરોપીને પકડવા જીણવટ ભરી તપાસના આદેશો અપાયા છે અને જીલ્લાની તમામ પોલીસ દ્વારા તપાસ ચાલુ છે. ત્યારે આજદિન સુધી નરાધમ આરોપી પકડાયો ન હોય તેને લઈ આજરોજ કોળી સમાજના આગેવાન બોટાદ તાનાજીસેના પ્રમુખ નિલેશભાઈ ચુડાસમા સાગરભાઈ મકવાણા યુવા પ્રમુખ બોટાદ તથા વિજયભાઈ સોલંકી, સોમાભાઈ જમોડ સહિત અન્ય સમાજના લોકો તથા આગેવાનો દ્વારા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.
















