નેપાળમાં વાડો-કાઈ કરાટે ભાવનગરે વિજેતા બની ભારતનો જંડો લેહરાવ્યો

983

નેપાળના કૈલાલી જિલ્લાના ટીકાપુર શહેરમાં ઈન્ડો-નેપાળ ગૂડવીલ કરાટે ચેમ્પિનશીપ ર૦૧૮નું આયોજન ટીકાપુર નગરપાલિકાએ ઓલ ઈન્ડિયા વાડો-કાઈ કરાટે એસોસીએશન ગુજરાતના સહયોગથી કર્યુ હતું. આ સ્પર્ધામાં ટોટલ ર૭૩ ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમજ ભારતની ટીમ કુલ ૩૪ ગોલ્ડ મેડલ્સ સાથે ચેમ્પિયન બની હતી અને નેપાળ ટીમ ર૮ ગોલ્ડ મેડલ્સ મેળવીને દ્વિતીયા સ્થાન પ્રાપ્ત કર્યું હતું.  આ ઈન્ડો- નેપાળ ગુડવીલ કરાટે ચેમ્પિયનશીપ ર૦૧૮માં ભારત તરફથી ગુજરાતના ભાવનગર જિલ્લાના ૮ વિદ્યાર્થીઓએ વજન અને ઉંમરની કેટેગરી પ્રમાણે ભાવનગર જીલ્લા નિયામક સેનસાઈ કમલ એચ. દવેના ઈન્ટરનેશનલ સ્પર્ધાત્મક માર્ગદર્શન હેઠળ કાતા અને કમીતે (ફાઈટ)માં ભાગ લીધો હતો.

રયાન અગ્રવાલ, ક્રિશ બંસલ, હસિત ખેમકા, સમર્થ ગોસ્વામી, દેવર્ષ શાહ, મિત લુમ્ભાણી, ચિંતન પરમાર અને કમલ દવેએ ઈન્ડો-નેપાળ ગુડવીલ કરાટે ચમ્પિયનશીપ ર૦૧૮માં કાતા અને કુમીતે (ફાઈટ)માં ભાગ લઈ ર ગોલ્ડ મેડલ, ૩ સીલ્વર મેડલ અને ૬ બ્રોન્ઝ મેડલ સાથે સફળતા પ્રાપ્તન કરી ભાવેણાની સાથે ગુજરાત અને ભારતનું પણ નામ રોશન કર્યું હતું. ગુજરાતના ટેકનીકલ ડાયરેકટર શિહાન અરવિંદભાઈ રાણાએ શુભેચ્છા પાઠવેલ.

Previous articleબોટાદ પોલીસ દ્વારા બીજો સ્કેચ બનાવવામાં આવ્યો
Next articleબોટાદ ખાતે માસુમ બાળા પર દુષ્કર્મના વિરોધમાં વિવિધ સમાજે આવેદન અપાયું