સમાજશાસ્ત્રમાં પ્રથમ વખત યોગ વિષય પર પીએચ.ડી કરતા ભાવનગરના રાધિકા વ્યાસ

114

ભાવનગરના વતની માતા મીનાક્ષી બેન અને સ્વર્ગસ્થ પિતા મહેશચંદ્ર વ્યાસના પુત્રી રાઘિકાબેન વ્યાસ એ લોક ભારતી સણોસરા કોલેજના પ્રો.ડોમુકુદ શ્રીમાળીભાઈનાં માર્ગદર્શન હેઠળ યોગ થી સમાજ જીવન પર જે અસરો પડી છે. તેના પર ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ વખત વણખેઙાયેલ વિષય પર સમાજશાસ્ત્ર વિષયમાં સામાજિક પાસાઓને સાંકળીને “યોગનું સામાજિક સ્વરૂપ અને અસરોનો સમાજશાસ્ત્રીય અભ્યાસ” વિષય પર વષૅ ૨૦૨૧ માં મહાશોધ નિબંઘ તૈયાર કરી મહારાજા કૃષ્ણકુમારસીંહજી ભાવનગર યુનિવર્સિટી સમાજશાસ્ત્ર ભવને રજૂ કરતાં ભાવનગર યુનિવર્સિટીએ માન્ય રાખી તેઓને પીએચ.ડી ની ડિગ્રી એનાયત કરી છે. આ તકે , યુનિવર્સિટીના કુલપતિ ડો.મહીપતસીંહ ચાવડા તથા વિવિઘ વિષયના અધ્યાપકો અભ્યાસુઓ અને યોગાથીઓ એ શુભેચ્છાઓ પાઠવી. પાઠવતા તેમણે ભાવનગરનું ગૌરવ વધાર્યું છે.પ્રસ્તુત અભ્યાસમાં પ્રાચિન પરંમપરા થી અનુ આઘુનિક સમયમાં યોગ એ સમાજ જીવનનાં સામાજિક સંસ્થાઓ, સંસ્કૃતિ, સામાજિક ક્રિયા આંતરક્રિયા જેવા પાસાઓનાં સ્વરૂપમાં શુ બદલાવ આવ્યો છે તે નો વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી અભ્યાસ કરેલ છે જે સમાજશાસ્ત્ર વિષયમાં એક નવિ દિશા આપનાર છે.
સમયમાં સમાજમાં ઝડપી પરિવર્તન સાથે અબાલ વૃદ્ધ, મહિલા કે અન્ય વગૅ યોગ સાથે વ્યકિગત બાબત ન રહેતા સમગ્ર માનવ પર થતી અસરોનો ઉકેલ માટે યોગ એ મહત્વની ભૂમિકા ભજવે છે. યોગ અને સમાજ એવી નુતન શાખા વિકસે તેવા સૌપ્રથમ પ્રયત્ન કરેલ છે.

Previous articleવિહોતર ગ્રુપ ઓફ ભાવનગત દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાઈ ગયો
Next articleનારી ગામે ગેરકાયદે ખનીજ ચોરી કરતાં શખ્સો સામે મોડી રાત્રે કાર્યવાહી