એડિલેડ ટેસ્ટ : પ્રથમ દિવસે ભારતના ૯ વિકેટે ૨૫૦

838

એડિલેડ ઓવલ ખાતે શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતીય ટીમનો આજે જોરદાર ધબડકો થયો હતો. જો કે, ચેતેશ્વર પુજારાએ બાજી સંભાળી લઇને ટીમ ઇન્ડિયાની લાજ રાખી હતી. એક વખતે ભારતીય ટીમને ૧૨૭ રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. આજે રમત બંધ રહી ત્યારે પુછડિયા બેટ્‌સમેનોના યોગદાનને લઇને ટીમ ઇન્ડિયાએ નવ વિકેટે ૨૫૦ રન કર્યા હતા. પુજારા ૧૨૩ રન કરીને આઉટ થયો હત. ૭૦ વર્ષના લાંબા ગાળા બાદ ભારતીય ટીમ પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી જીતવાના ઇરાદાથી મેદાનમાં ઉતરી છે પરંતુ આજે પ્રથમ દિવસે જ ટીમનો ધબડકો થયો હતો.  ઓસ્ટ્રેલિયાની ટીમને તેની જમીન પર હરાવવા માટેની બાબત તો સારી સારી ટીમો પણ  સરળ રહી નથી.

આંકડાની વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૦૦ બાદથી ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરનાર ટીમોની હાલત કફોડી રહી છે. ભારતની વાત કરવામાં આવે તો ભારતે વર્ષ ૨૦૦૦ બાદથી ૧૭ ટેસ્ટ મેચ રમી છે. જે પૈકી ભારતને માત્ર બે ટેસ્ટ મેચ જીતવામાં સફળતા મળી છે. જ્યારે તેની ૧૦ ટેસ્ટમાં હાર થઇ છે. પાંચ ટેસ્ટ ડ્રો રહી છે. વર્ષ ૨૦૧૪-૧૫થી હજુ સુધી ભારતે ૪૬ પૈકી ૨૬ ટેસ્ટ મેચો જીતી છે. આ ગાળા દરમિયાન ભારતીય ટીમ ટેસ્ટમાં પહેલા નંબર પર પહોંચી ગઇ છે. સ્થાનિક મેદાનમાં શાનદાર દેખાવની સાથે સાથે ભારતે કેટલાક નવા રેકોર્ડ સર્જી દીધી છે. છેલ્લા ૧૫ ટેસ્ટ મેચો પૈકી ભારતે ૧૧ ટેસ્ટ મેચમાં જીત હાંસલ કરી છે. ટેસ્ટ શ્રેણી આ વખતે પણ ભારત માટે પડકારરુપ છે. છેલ્લી ટેસ્ટ મેચોના ભારતના ફોર્મને જોતા ચાહકો અપેક્ષા રાખી રહ્યા છે કે, ટીમ આ વખતે ઓસ્ટ્રેલિયાને પરાજિત કરવામાં સફળ રહેશે. સ્ટિવ સ્મિથ અને ડેવિડ વોર્નર જેવા બે મુખ્ય ખેલાડી ટીમમાં નથી.

Previous articleપૃથ્વીનું બીજી ટેસ્ટમાં પણ રમવું મુશ્કેલ : કોચ રવિ શાસ્ત્રી
Next articleમેક્સવેલ અને ફિન્ચ આઈપીએલ સિઝન-૧૨માં ભાગ નહિ લે