ઝરીન ખાને પોતાની ભૂતપૂર્વ મેનેજર સામે ફરિયાદ નોંધાવી

1123

અભિનેત્રી ઝરીન ખાને પોતાની એક સમયની મેનેજર અંજલિ અથા સામે પોલીસ ફરિયાદ કરી હોવાની જાણકારી મળી હતી. અંજલિ મારી ઇમેજને ખરડવાના પ્રયાસો કરી રહી છે એવું ઝરીને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું. ખાર પોલીસે આ સમાચારને સમર્થન આપ્યું હતું.

ઝરીનના ધારાશાસ્ત્રી રિઝવાન સિદ્દીકીએ આ સમાચારને સમર્થન આપતાં કહ્યું હતું કે અંજલિના દગાબાજીથી ભરેલાં કામો માટે છૂટી કરાઇ પછી એ ઝરીન વિશે એલફેલ બોલીને ઝરીનની કારકિર્દીને ઝાંખપ લગાડવા અવળો પ્રચાર કરી રહી હતી.

Previous articleઓર્લેન્ડો બ્લૂમ સાથે ડેટ પર જવા કેટી પેરીએ ૫૦ હજાર ડૉલર્સ ચૂકવ્યા..!!
Next articleજેનિફર લોરેન્સ  ડાર્ક ફોનિક્સમાં હવે રહેશે