ઘોઘા રોડ પુલ પાસે જાહેરમાં જુગાર રમતા બે ઝડપાયા

1008

એસઓજી શાખાના પોલીસ સબ ઈન્સ્પેકટરની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ. હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. સોહિલભાઈ ચોકીયાને મળેલ સંયુક્ત બાતમી આધારે ઘોઘા રોડ, ચૌદનાળા પુલ પાસે જાહેરમાં ગંજીપાનાના પાના તથા રોકડ રકમ વડે હરાજીતનો જુગાર રમતા ઈસમો હરેશભાઈ લવજીભાઈ બારૈયા (ઉ.વ.૩૮), મનીષભાઈ ગોવિંદભાઈ ચાડ ા(ઉ.વ.૩ર) વાળાઓને ગંજીપાનાના પાના તથા રોકડ રૂપિયા ૧૪,૬૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે. બન્ને વિરૂધ્ધમાં જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી કરી ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી મળેલ છે. આ કામગીરીમાં એસઓજીના પોલીસ સબ ઈન્સ્પેકટર ડી.ડી.પરમારની સુચનાથી હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ ગોહિલ તથા હેરશભાઈ ઉલવા તથા પોલીસ કોન્સ. સોહીલભાઈ ચોકીયા તથા વિશ્વજીતસિંહ ઝાલા તથા મહિપાલસિંહ ગોહિલ તથા રાજદિપસિંહ ગોહિલ જોડાયા હતાં.

Previous articleદામનગરના તુટેલા સંપનો કાટમાળ કાઢ્યા વગરલોકોને વિતરણ કરાતું ગંદુ પાણી
Next articleકાળીયાબીડમાં યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં પ૬૮ અરજીનો નિકાલ