એડિલેડ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા ૨૩૫ રન કરીને આઉટ થયુ

1374

એડિલેડ ઓવલ ખાતે રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના આજે ત્રીજા દિવસે ભારતે તેની સ્થિતિ મજબૂત બનાવી લીધી હતી. યજમાન ઓસ્ટ્રેલિયા માત્ર ૨૩૫ રન કરીને આઉટ થઇ ગયુ હતુ. આની સાથે જ ભારતને પ્રથમ ઇનિગ્સના આધાર પર ૧૫ રનની નજીવી લીડ મળી હતી. ત્યારબાદ પણ ભારતીય ટીમે મજબુત બેટિંગની શરૂઆત કરી હતી. આજે રમત બંધ રહી ત્યારે ભારતે તેના બીજા દાવમાં ત્રણ વિકેટ ગુમાવીને ૧૫૧ રન કર્યા હતા. રમત બંધ રહી ત્યારે ચેતેશ્વર પૂજારા ૪૦ અને રહાણે એક રન સાથે રમતમાં હતા. ભારતને હવે ૧૬૬ રનની લીડ થઈ ગઈ છે અને તેની સાત વિકેટ હાથમાં હોવાથી આ ટેસ્ટ મેચમાં આવતીકાલે ચોથા દિવસની રમત સૌથી નિર્ણાયક રહેશે. ભારત તરફથી રાહુલ ૪૪, મુરલી વિજય ૧૮ અને કોહલી ૩૪ રન કરીને આઉટ થયા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્ક, હેજલવુડ અને લિયોને એક એક વિકેટ ઝડપી હતી. ગઈકાલે બીજા દિવસે સાત વિકેટે ૧૯૧ રનથી આગળ રમતા ઓસ્ટ્રેલિયાની ટીમ વધારે સમય સુધી મેદાનમાં ટકી શકી ન હતી. ત્રીજા દિવસે વધુ ૪૩ રન ઉમેર્યા હતા. ત્રીજા દિવસે ભારત તરફથી મોહમ્મદ સમીએ બે અને બુમરાહે એક વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પણ ભારતીય બોલિંગ સામે ટકી શક્યા ન હતા અને એક પછી એક વિકેટો ગુમાવી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી એકમાત્ર હેડ મેદાનમાં ટકી શક્યો હતો. પ્રથમ દિવસે રમત બંધ રહી ત્યારે પુછડિયા બેટ્‌સમેનોના યોગદાનને લઇને ટીમ ઇન્ડિયાએ નવ વિકેટે ૨૫૦ રન કર્યા હતા. પુજારા ૧૨૩ રન કરીને આઉટ થયો હતો. ૭૦ વર્ષના લાંબા ગાળા બાદ ભારતીય ટીમ પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી જીતવાના ઇરાદાથી મેદાનમાં ઉતરી છે પરંતુ પ્રથમ દિવસે જ ટીમનો ધબડકો થયો હતો.  ઓસ્ટ્રેલિયાની ટીમને તેની જમીન પર હરાવવા માટેની બાબત તો સારી સારી ટીમો પણ  સરળ રહી નથી. આંકડાની વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૦૦ બાદથી ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરનાર ટીમોની હાલત કફોડી રહી છે.

Previous articleકાંગારૂના રક્ષાત્મક વલણને લઇ કરાયેલ સચિનના ટ્‌વીટની લેંગરે કરી આલોચના
Next articleબાળકોને રમવા દેતા નથી’ ને ઓલિમ્પિક મેડલની ઇચ્છા રાખો છો : કપિલ દેવ