ફિલ્મ સેક્રેડ ગેમ્સ-૨માં હર્ષિતા ગૌર ચમકશે…!!

1111

વેબ સીરીઝમાં પોતાનું આગવુ નામ કરી ગયેલી ફિલ્મ ’સેક્રેડ ગેમ્સ’ હવે બીજા ભાગને પણ રિલીઝ કરવાની છે. ’સેક્રેડ ગેમ્સ ૨’માં મહત્વના રૉલમાં હૉટ એક્ટ્રેસ હર્ષિતા ગૌર દેખાઇ શકે છે. એક રિપોર્ટ અનુસાર ’સેક્રેડ ગેમ્સ ૨’માં હર્ષિતા ગૌરને ખાસ રૉલ ઓફર કરવામાં આવ્યો છે. એક્ટ્રેસ હર્ષિતા ગૌર સેક્રેડ ગેમ્સ સિઝન ૨માં એક ખાસ મહત્વની ભૂમિકામાં દેખાશે. સુત્રો અનુસાર શૉનુ કાસ્ટિંગ લગભગ પુરુ થઇ ગયુ છે અને હર્ષિતા આનો ભાગ છે. શૂટિંગ આગામી મહિનાથી શરૂ થશે. સેક્રેડ ગેમ્સ મામલે હર્ષિતાએ એક મીડિયાને જણાવ્યું કે હું સેક્રેડ ગેમ્સ સિઝન ૨માં છુ, જોકે, હજુ તેના રૉલ વિશે કોઇ માહિતી નથી મળી. વેબ સીરીઝની દુનિયામાં હર્ષિતા એક પૉપ્યુલર ચહેરો બની ગઇ છે, તેની તાજેતરમાં જ રિલીઝ થયેલા મિર્ઝાપુર હાલમાં સ્ટ્રીમિંગ પર છે, સેક્રેડ ગેમ્સના પહેલા ભાગમાં સૈફ અલીખાન, રાધિકા આપ્ટે અને નવાઝુદ્દીન સિદ્દીકી લીડ રૉલમાં જોવા મળ્યા હતા. ફિલ્મમાં સૈફ ઇન્સ્પેક્ટર સરતાજ સિંહની ભૂમિકામાં હતો.

Previous articleહું અને અનુપ પ્રેમી-પ્રેમિકા નથી, જે કહ્યુ તે ખોટુ હતુ’ઃ જસલીન મથારુ
Next articleપુજારા એક ટેસ્ટમાં સૌથી વધુ બોલ રમનારામાં ઇન