બુલંદશહેર : જીતુ ફોઝી ૧૪ દિવસ માટે કસ્ટડીમાં

570

બુલંદશહેરમાં ત્રીજી ડિસેમ્બરના દિવસે થયેલી હિંસાના મામલામાં જીતેન્દ્ર મલિક ઉર્ફે જીતુ ફોઝીને સ્થાનિક કોર્ટે ૧૪ દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં ગૌહત્યાના બનાવ બાદ ભડકી ઉઠેલી હિંસાના મામલે ચાલી રહેલી તપાસમાં મોટી સફળતા ગઇકાલે હાથ લાગી હતી. આ મામલામાં મુખ્ય આરોપી તરીકે રહેલા સેનાના જવાનની જમ્મુ-કાશ્મીરમાં અટકાયત કરી લેવામાં આવી હતી. આની ઓળખ જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુ ફોજી તરીકે કરવામાં આવી છે. તે જમ્મુ-કાશ્મીરમાં તૈનાત હતો. ભીડની હિંસામાં પોલીસ ઈન્સ્પેક્ટરની હત્યાના મામલામાં આ જવાન મુખ્ય શકમંદ તરીકે હતો.

 

Previous articleમુંબઈમાં હીરા વેપારી મર્ડર કેસઃ સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સહિત બેની ધરપકડ
Next articleજમ્મુ કાશ્મીર : ત્રણ કુખ્યાત આતંકવાદીઓને ઠાર કરાયા