ખીણનો બિન લાદેન ગણાતો રિયાઝ અહેમદ પકડાઈ ગયો

587

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓની ફોજ તૈયાર કરવાના પ્રયાસોને વધુ એક મોટો ફટકો પડ્યો છે. જમ્મુ કાશ્મીરમાં ખીણમાં બિન લાદેન તરીકે ગણાતા રિયાઝ અહેમદને પકડી પાડવામાં આવ્યો છે. કિસ્તવારમાં પોલીસે તેને પકડી પાડ્યો છે. રિયાઝ એવા લોકોમાં સામેલ હતો જે ખીણમાં યુવાનોની એક ટીમ બનાવી રહ્યો હતો. સાથે સાથે આતંકવાદી ગતિવિધિ પણ ચલાવી રહ્યો હતો. આતંકવાદીઓની વચ્ચે રિયાઝ ખુબ જ લોકપ્રિય હતો. સાથે સાથે તે ખુબ લાંબા સમયથી વોન્ટેડ પણ હતો. યુવાઓને જુદા જુદા લાલચ આપીને તે આતંકવાદી ગતિવિધિમાં ધકેલી રહ્યો હતો. તેના વિશેષ પ્રકારના ભાષણોથી યુવાનોને બ્રેઇનવોશ કરવામાં આવી રહ્યા તા. થોડાક મહિના પહેલાથી જ એક યુવાને ત્રાસવાદી બનાવી દેવામાં આવ્યા બાદ પરિવારના સભ્યોએ અનેક વખત અપીલ કરી હોવા છતાં તે પરત ફર્યો ન હતો.

જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ હેઠળ આ વર્ષે સુરક્ષા દળોને મોટી સફળતા મળી રહી છે. જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે માર્યા ગયેલા આતંકવાદીઓનો આંકડો વધી શકે છે. હજુ વર્ષને ખતમ થવામાં ત્રણ સપ્તાહનો સમય બાકી છે. ગયા વર્ષે ૨૧૩ ત્રાસવાદીઓનો આંકડો હતો. આજે વધુ ત્રણ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. હજુ આંકડો ખુબ ઉંચા સ્તર પર પહોંચી શકે છે. ૧૫મી સપ્ટેમ્બરથી પાંચમી ડિસેમ્બર વચ્ચે બે નાગરિકો માર્યા ગયા છે. આ ગાળા દરમિયાન પથ્થરબાજોની ઘટનાઓમાં ૧૭૦ લોકો ઘાયલ થયા છે. ૨૫મી જૂનથી ૧૪મી સપ્ટેમ્બર વચ્ચે આઠ નાગરિકો માર્યા ગયા છે. જમ્મુ કાશ્મીરમાં ૧૯મી જૂનના દિવસે રાજ્યપાલ શાસન લાગૂ કરવામાં  આવ્યું હતું. જમ્મુ કાશ્મીરમાં ૧૩૧ યુવાનો આ વર્ષે હજુ સુધી ત્રાસવાદી સંગઠનોમાં સામેલ થઇ ચુક્યા છે. તેમને ખતરનાક ત્રાસવાદી ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે.