બનાવટી દસ્તાવેજના ગુન્હાના આરોપીને ઝડપી લેતી એલસીબી 

765

ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો આજરોજ ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બુધેલ ગામ પાસેથી પસાર થતાં પો.કોન્સ. તરૂણભાઇ નાંદવાને બાતમીરાહે હકિકત મળેલ કે, ઘોઘા પો.સ્ટે. ગુન્હાનાં કામે નાસતો ફરતો આરોપી ભાનુશંકરભાઇ ઉર્ફે બોસ પરમાણંદભાઇ ધાંધલ્યા રહે.દિહોર તા.તળાજા જી.ભાવનગરવાળો ભાવનગર-તળાજા રોડ ઉપર આવેલ મામસા, સીતારામ પાન સેન્ટર પાસે હાજર હોવાની બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં આરોપી ભાનુશંકરભાઇ ઉર્ફે બોસ પરમાણંદભાઇ ધાંધલ્યા રહે.દિહોર તા.તળાજા જી.ભાવનગર હાલ-બ્લોક નં.બી/૩, આરાધના એપાર્ટમેન્ટ, ચાંણોદ કોલોની, વાપીવાળો હાજર મળી આવેલ.જેથી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને ઘોઘા પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ. આમ, બનાવટી દસ્તાવેજને લગતાં ગુન્હામાં છેલ્લાં ત્રણેક વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેવામાં ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને સફળતા મળેલ છે. આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં સર્વેશ્વર શાહિ, દિલુભાઇ આહિર, મહિપાલસિંહ ગોહિલ, તરૂણભાઇ નાંદવા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.