પ્રોહીબીશનના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી એસઓજી

877

ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પી.એલ.માલે  ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે આજરોજ એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારની સુચનાથી એસ.ઓ.જી. સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીની માહીતી મેળવવા ભાવનગર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફના પોલીસ કોન્સ. પ્રદીપસિંહ ગોહિલને મળેલ બાતમી આધારે વરતેજ  ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી કાળુભાઇ હરજીભાઈ મકવાણા ઉ.વ. ૬૦  રહેવાસી ગામ નાગધનીંબા તાલુકો જીલ્લો ભાવનગર વાળાને તેના ઘરેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી વરતેજ  પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. ડી.ડી.પરમારની સુચનાથી પોલીસ હેડ કોન્સ. અનિરુધ્ધ સિંહ ગોહિલ, પ્રદીપસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ ગોહિલ, બાવકુદાન ગઢવી જોડાયા હતા.

Previous articleતીબેટીયન સમુદાય દ્વારા વિનામુલ્યે સ્વેટર તથા રક્તદાન કેમ્પ યોજાયો
Next articleએરપોર્ટને પ્રાઈવેટ કરવાના વિરોધમાં ભુખ હડતાલ