અર્ફી લમ્બા મેરાકેચ ફિલ્મ ફેસ્ટિવલમાં તેના બીજા આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ પર હસ્તાક્ષર કરશે!

871

ઓસ્કાર એવોર્ડ વિજેતા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ’સ્લમડોગ મિલિયોનેર’ના જાણીતા અભિનેતા અર્ફી લંબા આ વર્ષે મેરાકેચ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેશે.અર્ફી લંબા અગાઉ  સિંઘ ઇઝ બ્લીંગ, ફગલી, પ્રેગ્યું એન્ડ જર્મન જેવી  ફિલ્મોમાં જોવા મળ્યા હતા અને અર્ફી બોમ્બે બર્લિન ફિલ્મ પ્રોડક્શનના સહ-માલિક પણ છે, જે મુંબઇ સ્થિત ઇન્ડો-યુરોપિયન ફિલ્મ પ્રોડક્શન હાઉસ છે.

૨૦૦૧ માં શરૂ કરાયેલ પ્રતિષ્ઠિત મેરાકેચ ફિલ્મ ફેસ્ટિવલ તેની આ વર્ષે ડિસેમ્બરમાં ૧૭મી ના આવૃત્તિ છે મળતી માહિતી અનુસાર આર્ફી મેરાકેચ જઈ રહ્યો છે કારણ કે પ્રોડક્શન હાઉસ દ્વારા તેને આગામી આંતરરાષ્ટ્રીય ફિલ્મ માટે હસ્તાક્ષર કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જર્મન ફિલ્મ ગીફટ પછી આ તેમનો બીજો પ્રોજેક્ટ હશે, જેમાં તેમણે ડો. કિરણ ચિત્રેની ભૂમિકા ભજવી હતી.

આર્ફી હાલમાં સંતોષ સિવાનની પ્રેમ વિશ્વાસઘાત શોર્ટ ફિલ્મ “ડાયલ કે ફોર કીલ” માં જોવા મળ્યો હતો જેનું નિર્માણ એઆરઆરઆઈ દ્વારા કરવામાં આવ્યું હતું.

Previous articleસોનાક્ષી  સિંહાએ ઓનલાઈન હેડફોન મંગાવ્યા તો એમોઝોને લોખંડનો ટુકડો મોકલ્યો!!
Next articleડાયરેક્ટર્સ એસોસિયેશને મી-ટૂના આરોપ હેઠળ સાજિદ ખાનને સસ્પેન્ડ કર્યો