માધુરી એવોર્ડ સમારંભમાં સ્વ. શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપશે

1390

એક ડાન્સર અને બહેતરીન કલાકાર જ્યારે અન્ય કલાકારને શ્રદ્ધાંજલિ આપે ત્યારે તે આર્ટિસ્ટિક  હોય તે સહજ છે. માધુરી દીક્ષિત નેને શ્રીદેવીને ટ્રિબ્યુટ કરવા એક સ્ટેજ પરફોર્મન્સની તૈયારી કરી રહી છે. માધુરી એક એવોર્ડ સમારંભમાં ૧૯૮૦ નાદશકની પોતાની સમકાલીન અભિનેત્રી સ્વ.શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપવાની તૈયારી કરી  રહી છે. આ કાર્યક્રમમાં શ્રીદેવીની પુત્રી જાહન્વી પણ પ્રસ્તુતિ આપવાની છે.

જાણકારી મુજબ આયોજકોએ જણાવ્યું છે કે, માધુરી હેમામાલિની અને રેખાના સુપરહિટ  ગીતો પર પણ નૃત્ય કરશે. પરંતુ સર્વાધિક ઉલ્લેખનીય પ્રસ્તુતિ શ્રીદેવીની હાર્દિક શ્રદ્ધાંજલિ હશે.

 

Previous articleકોઈની સાથે રિલેશનમાં રહેવાનો મારી પાસે સમય નથીઃ શ્રદ્ધા કપૂર
Next articleઝરીન ખાનની કારે ટક્કર મારતા બાઇક સવારનું મૃત્યુ