ઈંગ્લીશ દારૂના કેસમાં સંડોવાયેલ  બોટાદના પીઆઈની ધરપકડ

1466

બોટાદ એલસીબી પોલીસે ગત તા. ૧૬ નવેમ્બરના વહેલી સવારે પાળિયાદ રોડ, ભુમિવાયર ફેટકરીથી અણીયાળી ગામ તરફ જતા કાચા રસ્તે પડતર જગ્યામાંથી દારૂનો હેરફેર કરતા રાજકોટ જીલ્લાના ગોંડલના એક શખ્સની દારૂના મસમોટા જથ્થા સાથેધ રપકડ કરી દારૂનો જથ્થો, ત્રણ વાહનો, મોબાઈલ સહિત ૩૩,૦પ,૦પરનો મુદ્દમાલ કબ્જે કર્યો હતો. જે કેસમાં  તપાસ દરમ્યાન આરોપીઓ સાથે પાળિયાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર એમ.એલ.ઝાલા કે જેઓ હાલ બોટાદ સર્કલ પોલીસ ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા હોય તેઓની સંડોવણી હોવાનું ખુલતા આજે ૧૪ ડિસેમ્બરે તેઓની નાયબ પોલીસ અધિક્ષક બોટાદનાએ ધરપકડ કરતા ચકચાર મચી જવા પામેલ છે.

બનાવની વિગત પ્રમાણે બોટાદ એલસીબી પોલીસે બાતમીને આધારે ગત ૧૬  નવેમ્બરના વહેલી સવારે ૯-૦૦ વાગ્ય બોટાદ પાળિયાદ રોડ, ભુમિ વાયર ફેકટરીથી અણીયાળી ગામ તરફ જતા કાચા રસ્તે પડતર જગ્યામાં રેઈડ કરી આરોપી મંગલગીરી હરીગરી ગોસ્વામી (ઉ.વ.૩૭), કલદિપભાઈ શીવકુભાઈ ઉર્ફે શિવરાજભાઈ ખાચર તથા હુન્ડાઈ વર્નાગાડીનો ચાલક, તુફાન ફોર વિહલ ગાડીનો ચાલક, અને ઈનોવા ગાડીનો ચાલક તેમ બેસીને નાસી ગયેલ.ત મામ આરોપીઓ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટનો વિદેશી દારૂ બહારથી મોટા જથ્થ્માં લાવી તેને નાના વાહનોમાં હેરફેર કરતા હોય તે દરમ્યાન પોલીસે મંગલગીરી હરીગીરી ગોસ્વામીને રૂા. ર૦, ૭૩, પપરની કિંમતનો દારૂનો જથ્થો ત્રણ વાહનો કિ. રૂા. ૧ર,૦૦,૦૦૦ તથા પાંચ મોબાઈલ ૧૧,પ૦૦ મળી કુલ ૩૩,૦પ,૦પરનો મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ વિરૂધ્ધ પાળિયાદ પો.સ્ટે. ગુન્હો દાખલ કરવામાં આવેલ અને આ કેસની તપાસ બોટાદ એલસીબી ચલાવી રહી હતી. ત્યારબાદ ભાવનગર રેન્જ આઈજી નરસિંંહા કોમારની સુચનાથી આગળની તપાસ નાયબ પોલીસ અધિક્ષક જી.પી. ચૌહાણને સોંપવામાં આવેલ તે દરમ્યાન નવ જેટલા આરોપીઓની અટક કરવામાં આવેલઅ ને આરોપીએ સાથે પાળિયાદના પોલીસ ઈન્સ્પેકટર એમ.એલ.ઝાલા કે જેઓ હાલ બોટાદમાં સર્કલ પોલીસ ઈનસ્પેકટર તરીકેની ફરજ બજાવે છે તેઓની સંડોવણી ખુલતા આજે પીઆઈ એમ.એલ. ઝાલાની આ કેસમાં ધરપકડ કરવામાં આવેલ છે.  એમ.એલ.ઝાલાનું ર૦૧૭માં પી.આઈ. તરીકે પ્રમોશન આવેલ તેઓ બરવાળા પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા હતા ત્યારે તેમની પીઆઈનું પ્રમોશન મળ્યુંહ તું. અને સુત્રોમાંથી મળતી માહિતી મુજબ બે મહિના બાદ એમ.એલ.ઝાલા રીટાયર્ડ થાય છે ત્યારે  પી.આઈ. એમ.એલ. ઝાલાની ધરપકડ કરવામાં આવતા બોટાદ જીલ્લાની પોલીસમાં ખળભળભાટ મચી જવા પામ્યો છે.

Previous articleરેલ્વે કર્મચારીઓના વિવિધ પ્રશ્ને ડીઆરએમ કચેરી સામે ધરણા
Next articleકતારગામ પોલીસ સ્ટેશનનાં ગુનામાં નાસતો-ફરતો આરોપી પકડી પાડતી ગારીયાધાર પોલીસ