દિલીપ કુમારને મળી ધમકી, પત્ની સાયરા બાનોએ પીએમ મોદી પાસે માગી મદદ

483

બોલીવુડના જાણીતા એક્ટર દિલીપ કુમારને બંગલાના બે પ્લોટ પર માલીકીનો ખોટો દાવો કરનાર બિલ્ડર સમીર ભોજવાનીના જમાનતને ધ્યાનમાં રાખીને જાણીતા એક્ટરની પત્ની સાયરા બાનૂએ આ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાતનો અનુરોધ કર્યો છે. ૯૬ વર્ષીય એક્ટરનો બંગલો બાંદ્રાના સંભ્રાંત પાલી હિલ વિસ્તારમાં આવેલો છે. રવિવારે દિલીપ કુમારના ઓફિશિયલ ટિ્‌વટર એકાઉન્ટથી બાનૂએ લખ્યું, હું સાયરા બાનૂ ખાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અનુરોધ કરું છું, જમીન માફિયા સમીર ભોજવાની જેલથી છૂટી ગયો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ દ્વારા આશ્વાસન બાદ પણ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. પદ્મ વિભૂષણથી સન્માનિત વ્યક્તિને પૈસા અને તાકાતથી ધમકી આપવામાં આવી રહી છે. તમને મુંબઈમાં મળવાની વિનંતી છે.