કમલનાથ, ગેહલોત  અને બધેલે  ઝ્રસ્ પદના શપથ લીધા

631

તાજેતરમાં પાંચ રાજ્યોની યોજાયેલ ચૂંટણીમાં છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસ પક્ષ દ્વારા સ્પષ્ટ બહુમતી મેળવતા તે ત્રણેય રાજ્યોમાં આજે કોંગ્રેસના મુખ્ચમંત્રી તરીકે અનુક્રમે ભુપેશ બધેલ, અશોક ગેહલોત અને કમલનાથે મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કર્યા હતા. આ સમયે રાહુલ ગાંધી સહીત કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે તેમને હોદ્દા અને ગુપ્તતતાના શપથ લેવડાવ્યા હતા. શપથવિધિ કાર્યક્રમમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ મલ્લિકાર્જુન ખડગે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેલોત, નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ, સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા, કર્ણાટના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને પંજાબના મંત્રી નવજોતસિં સિદ્ધૂ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત તેલુગુ દેશ પાર્ટીના અધ્યક્ષ આને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રાબાબુ નાયડુ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર, લોકતાંત્રિક જનતા દળના શરદ યાદવ, અન્નાદ્રમુક નેતા એમકે સ્ટાલિન, રાજદ નેતા તેજસ્વી યાદવ, નેશનલ કોન્ફરન્સના ફારુક અબ્દુલ્લા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ શપથવિધિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. મધ્યપ્રદેશ વિધાનસભા માટે ૨૮મી નવેમ્બરે મતદન યોજાયું હતું અને ૧૧મી ડિસેમ્બરના દિવસે મતગણતરી કરાઈ હતી.

ભૂપેશ બધેલે રાયપુરમાં આયોજિત એક સમારોહમાં પદ અને ગુપ્તતાના સોગંધ લીધા હતા. તેમની સાથે ટીએસ. સિંહ દેવ અને તામ્રધ્વજ સાહુએ પણ મંત્રીપદના સોગંધ લીધા છે. છત્તીસગઢમાં કોંગ્રેસે પ્રથમ વખત વિજયની સાથે સરકાર બનાવી છે. ભૂપેશ બધેલે રવિવારે રાજભવન પહોંચીને નવી સરકાર રચવા માટે દાવો રજૂ કર્યો હતો.

શપથગ્રહણ સમારોહમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહે પણ હાજરી આપી હતી. આ ઉપરાંત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા હતા. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી મલ્લિકાર્જુન ખડગે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, નાયબ મુખ્યમંત્રી સચિવ પાઈલટ, સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને પંજાબના મંત્રી નવજોત સિંહ સિદ્ધુ હાજર રહ્યા હતા.

Previous articleશપથ લેતાની સાથે કમલનાથે ખેડૂતોના દેવા માફ કર્યા
Next articleજાપાનના એક રેસ્ટોરન્ટમાં વિસ્ફોટ, ૪૨થી વધારે લોકો ઇજાગ્રસ્ત