ભંડારિયા જૈન દેરાસરની ૩૮મી સાલગીરી ધામધૂમથી ઉજવાશે

1063

ભડી ભંડારિયામાં આવેલ પાર્શ્વનાથ ભગવાનના ગૃહ જીનાલયનો ૩૮ મો સાલગીરી મહોત્સવ ધામધૂમથી ભાવભેર ઉજવવા આયોજન  થયું છે જે સંદર્ભે સંઘની મીટિંગ બેઠક શનિવારે યોજાઈ ગઈ.

આયોજન સંદર્ભે મુંબઈથી લાભાર્થી પરિવાર અને આગેવાનો કાર્યકરોની ખાસ ઉપસ્થિતી રહી હતી અને મહાસુદ ૧૩ના દિવસે ૩૮મી સાલગીરી મહોત્સવ ધામધૂમથી ઉજવવા નક્કી થયેલ. વર્ષગાંઠ મહોત્સવ પ્રસંગે બે દિવસ ઉત્સવમાં પ્રભુજીની શોભાયાત્રા, અઢાર અભિષેક, ધજારોહણ અને બંને દિવસ સંઘ સ્વામીવાત્સલ્ય તથા અનુકંપા દાન તેમજ જીવદયાના કાર્યો વિગેરે કાર્યક્રમો મુખ્ય છે. ભંડારિયા, નાગધણીબા અને સાણોદરના દેરાવાસી તથા સ્થાનકવાસી સંઘના સંયુકત ઉપક્રમે વર્ષગાંઠ મહોત્સવ ઉજવાશે. ઉત્સવ સંદર્ભે કાર્યકરોને કામની વહેંચણી કરવામાં આવેલ. સાલગીરી મહોત્સવમાં મુંબઇથી મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહી લાભ લેશે તેમજ સંઘની બહેન દીકરીઓને પણ ખાસ આમંત્રિત કરવામાં આવનાર છે. ઉત્સાહભેર તૈયારીઓ હાથ ધરી દેવાઈ છે.

Previous articleવલ્લભીપુરમાં આરોપીનું જાહેર સરઘસ કાઢવા સામે રોષ : આવેદનપત્ર અપાયું
Next articleરાજુલામાં સિંચાઈ માટે પાણી છોડવાની રજૂઆત બાદ ખેડૂત આગેવાનોની મિટીંગ