શેઠ એચ.જે.લો.કોલેજમાં અભ્યાસ કરતા રામજભાઈ મનોજભાઈ સોલંકીએ શાસ્ત્રીય કંઠય સંગીતમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના યુવક મહોત્સવમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કરેલ છે. જેના આધારે તેઓ યુનિવર્સિટી વતી ઝોનમાં ભાગ લેતા જે સ્પર્ધા જામનગર મુકામે યોજાયેલ તેમાં સમગ્ર વેસ્ટ ઝોનમાં આ જ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. તેમજ ભાવનગર જિલ્લા રમત ગમત અધિકારી કચેરી દ્વારા ૧-ર ડિસેમ્બર ર૦૧૮ યુવા મહોત્સવ ર૦૧૮ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવેલ તેમાં શાસ્ત્રીય કંઠય સંગીતની સ્પર્ધામાં રાજમભાઈ સોલંકીએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને ભાવનગરનું સોલંકી પરિવારનું અને શેઠ એચ.જે.લો કોલેજનું ગૌરવ વધારેલ છે. તેમજ ઝોનમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી ભાવનગર વિશ્વ વિદ્યાલયનું ગૌરવ વધારેલ છે. આ ગૌરવ પ્રાપ્ત કરવા બદલ તેમને શેઠ એચ.જે.લો કોલેજ તેના વિદ્યાર્થી હોવાથી શહેર અભીવાદન કરેલ અને રોકડ પુરસ્કાર આપેલ અને સંસ્થાએ ભવિષ્યમાં આવી સિધ્ધીઓ પ્રાપ્ય થાય તે માટે શુભેચ્છા પાઠવેલ.
















