ડી કંપની ઉપર સકંજો : દાઉદના ભત્રીજાને ભારત લાવવા પ્રયાસો

632

ડોન દાઉદના ભત્રીજા સોહેલ કાસ્કરને ભારત લાવવા માટેના પ્રયાસ પણ હવે કેન્દ્ર સરકાર શરૂ કરી ચુકી છે. જો કેન્દ્ર સરકારની વાતને માની લેવામાં આવશે તો સોહેલને ભારત લાવવામાં આવી શકે છે. કેન્દ્ર સરકાર દાઉદની ડી ગેંગ પર સકંજો મજબુત કરી રહી છે. મુંબઇ પોલીસ દ્વારા રજૂઆત કરવામાં આવ્યા બાદ કેન્દ્ર સરકારે આ મામલે અમેરિકી સંસ્થાઓ સાથે વાતચીત શરૂ કરી છે. સોહેલના પ્રત્યાર્પણના મામલે વાતચીત થઇ ચુકી છે. સોહેલે વર્ષ૧૯૮૯માં ૧૦ વર્ષની વયમાં પિતા નુરા કાસ્કરના સાથનેછોડી દીધો હતો. કિડની ફેલ થઇ ગયા બાદ વર્ષ ૨૦૦૯માં નુરાનુ કરાચીમાં મોત થયુ હતુ. જુન ૨૦૧૪માં સોહેલને સ્પેનમાં પકડી લેવામાં આવ્યો હતો. સપ્ટેમ્બર ૨૦૧૫માં તેને અમેરિકાને સોંપી દેવામાં આવ્યો હતો. તેના પર નોર્કોટેરેરિઝમના આરોપો રહેલા છે. કોલંબિયાના બળવાખોરોની મદદ કરવા અને અમેરિકામાં ડ્‌ર્‌ગ્સ મોકલી દેવાના મામલે તે પકડાયો હતો. સોહેલને અન્ય ત્રણ લોકોની સાથે કાવતારના આરોપસર પકડી લેવામાં આવ્યો હતો.

આ વર્ષ ૧૨મી સપ્ટેમ્બરના દિવસે સોહેલને અમેરિકીની કોર્ટે ચાર મામલામાં દોષિત જાહેર કર્યો હતો. જો કે સજા ગાળવાની અવધિ પૂર્ણ થઇ ચુકી છે. મોદી સરકાર એકપછી એક અપરાધીને ભારત લાવી રહી છે. દસ્તાવેજોથી જાણવા મળ્યું છે કે, સોહેલ કાસ્કરે સ્પેનમાં રહેનાર બે પાકિસ્તાની નાગરિક હમીદ ચિશ્તી ઉર્ફે બેની અને વહાબ ચિશ્તી ઉર્ફે એન્જલની સાથે અલી દાનિશ નામના શખ્સની સાથે બાર્સેલોનામાં ૨૮મી એપ્રિલ ૨૦૧૪ના દિવસે એક બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં તેમની વચ્ચે પાકિસ્તાનથી અમેરિકા માટે માદક દ્રવ્યો મોકલવાના મુદ્દા પર ચર્ચા થઇ હતી. હેરોઇન મોલવાના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. આ તમામે કોલંબિયાના એક ત્રાસવાદી સંગઠન રેવેલ્યુશનરી આર્મ્ડ ફોર્સને જમીનથી હવામાં માર કરનાર મિસાઇલ મોકલવાના મુદ્દા ઉપર વાતચીત કરી હતી. સોહેલે મિડલઇસ્ટમાં પણ એક મિટિંગમાં ભાગ લીધો છે જ્યાં હેરોઇન મોકલવાના મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જૂન ૨૦૧૪માં સોહેલ, હમીદ, વહાબ અને દાનિશે બાર્સેલોનામાં અન્ય લોકો સાથે વાતચીત કરી હતી. આ ગાળા દરમિયાન કોલંબિયન બળવાખોરોને મિસાઇલના વેચાણ અને હેરોઇન મોકલવાના મુદ્દા પર ચર્ચા થઇ હતી. આના આગલા દિવસે ચારેયની ધરપકડ કરી લેવામાં આવી હતી. સપ્ટેમ્બર ૨૦૧૫માં એક અમેરિકી કોર્ટે સોહેલ અને અન્ય ત્રણના પ્રત્યાર્પણ માટેનો આદેશ કર્યો હતો. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ અને મુંબઈ પોલીસ કમિશ્નર સુબોધ કુમાર જયસ્વાલના નેતૃત્વમાં કેન્દ્રીય તપાસ સંસ્થા હવે સોહેલને ભારત લાવવાના પ્રયાસમાં લાગેલા છે. સોહેલ હવે અમેરિકામાં સ્વતંત્ર છે. પોલીસ વિભાગના એક અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, ભારત અને અમેરિકા વચ્ચે સંબંધો ખુબ સારા રહેલા છે. આની સાથે જ અમારી વચ્ચે ન્યાયિક સહાયતા સમજૂતિ પણ રહેલી છે. જેથી સરળતાથી સોહેલને ભારત લાવવામાં આવી શકે છે. ક્રાઈમ બ્રાંચના એક અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, સોહેલની સામે ભારતમાં કોઇ કેસ નથી પરંતુ ભારતીય તપાસ સંસ્થાઓને ડી કંપની અને તેમના ઓપરેશનના સંદર્ભમાં ખુબ માહિતી ઉપલબ્ધ કરાવી શકે છે. સુત્રોએ કહ્યું છે કે, સોહેલને જ્યારે પકડી પાડવામાં આવ્યો હતો ત્યારે બનાવટી ભારતીય પાસપોર્ટ ઉપર તે યાત્રા કરી રહ્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે, પ્રત્યાર્પણની પ્રક્રિયામાં અડચણો પહોંચાડવા માટે પાકિસ્તાની એજન્સીઓ દ્વારા દાવો કરવામાં આવી શકે છે કે, સોહેલ એક પાકિસ્તાની નાગરિક છે.

સોહેલ પાકિસ્તાની નાગરિક હોવાથી આ સંદર્ભમાં તેની વધુ માહિતી મેળવવાના પ્રયાસ થઇ રહ્યા છે. દાઉદના ભત્રીજા સોહેલના પ્રત્યાર્પણથી દાઉદના સંદર્ભમાં પણ ઉપયોગી માહિતી મળી શકે છે. અમેરિકા દ્વારા પણ દાઉદ સામે છેલ્લા ઘણા સમયથી સકંજો મજબૂત કરવામાં આવ્યો છે. ડી કંપની પર સકંજો પહેલાથી જ મજબૂત કરવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં તેને ભારત લાવવામાં સફળતા મળશે તો ભારતની મોટી રાજદ્વારી જીત હશે.

Previous articleINX મિડિયા : ચિદમ્બરમની કલાકો સુધી કરાયેલ પુછપરછ
Next articleરાજસ્થાન : બે લાખ સુધીનું ખેડૂતનું દેવું માફ કરી દેવાયું