લોન ભરપાઇ ન કરતા અર્જુન રામપાલ સામે ક્રિમિનલ કેસ થયો

763

અભિનેતા ફિલ્મ સર્જક અર્જુન રામપાલ સામે લોન પરત ભરપાઇ કરવામાં નિષ્ફળ નીવડતાં એની સામે ક્રિમિનલ કેસ માંડવામાં આવ્યો હોવાની જાણકારી મળી હતી. છેલ્લે મુંબઇની અંધારી આલમના ડૉન અરુણ ગવલીની બાયો-ફિલ્મ ડેડી બનાવનારા અર્જુન રામપાલે વાયટી એન્ટરટેઇનમેન્ટ પાસેથી એક તગડી લોન લીધી હતી જે ૯૦ દિવસમાં ભરપાઇ કરવાની હતી. એ ૯૦ દિવસમાં લોન ભરપાઇ કરી શક્યો નહોતો એટલું જ નહીં પરંતુ એણે લોનના હપ્તા પેટે આપેલા ચેક ડિસઓનર થતાં લોન આપનારી કંપનીએ એની સામે ક્રિમનલ કેસ માંડયો હતો.  આ કંપનીના પ્રવક્તાએ કહ્યું હતું કે અમે ફિલ્મ સર્જકોને નાણાં ધીરવાનું કામ કરીએ છીએ.

 

Previous articleઝરીનની આડેધડ ફિલ્મ કરવા માટેની કોઇ પણ યોજના નથી
Next articleબુમરાહ રોચક બોલર, અપાવે છે જેઉ થોમસનની યાદ : ડેનિસ લિલી