શિક્ષણ પર ખર્ચને વધારી છ ટકા કરવાની તાકીદની જરૂર

848

નીતિ આયોગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારને જુદા જુદા વિષય પર શ્રેણીબદ્ધ ભલામણ કરી દીધી છે. આ ભલામણમાં વર્ષ ૨૦૨૨ સુધી શિક્ષણ પર ખર્ચને વધારી દેવા, મીટરથી ખેડુતોને વીજળી આપવા, સૌપ પંપને પ્રોત્સાહન આપવા, આરોગ્યના ક્ષેત્રમાં રોકાણને વધારી દેવા, નિર્માણ ક્ષેત્રમાં વિકાસ દરને બે ગણી કરવા, દરેક નાગરિકને આવાસની સુવિધા આપવા જેવી શ્રેણીબદ્ધ ભલામણ કરવામાં આવી છે. આ તમામ ભલામણને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. એવુ સુચન પણ નીતિ આયોગ દ્વારા કરવામાં આવ્યુ છે કે સિવિલ સર્વિસ માટે સામાન્ય વર્ગ માટે મહત્તમ વયને ત્રણ વર્ષ સુધી ઘટાડી દેવામાં આવે. નીતિ આયોગે પોતાની ભલામણ સાથે સંબંધિત રિપોર્ટ સરકારને સોંપી દીધા બાદ બજેટમાં કેટલીક જાહેરાત કરવામાં આવી શકે છે.

સ્ટ્રેટડી ફોર ઇન્ડિયા એટ ધ રેટ ૭૫ રિપોર્ટમાં કેટલીક ભલામણ કરવામાં આવી છે. કૃષિ ક્ષેત્ર માટે કેટલીક ભલામણ કરવામાં આવી છે. મીટરથી ખેડુતોને વીજળી આપવા અને સૌર પંપને પ્રોત્સાહન આપવાની વાત કરવામાં આવી છે. કૃષિ ક્ષેત્ર માટે ખાતર, વીજળી અને પાક વીમા જેવી બાબતો માટે અલગ અલગ સબસિડી આપવાને બદલે પ્રત્યક્ષ કરવેરા લાભ ટ્રાન્સફર હેઠળ પ્રતિ એકર જમીન માટે શરૂઆતમાં સબસિડી આપવામાં આવે તેવી વાત કરવામાં આવી છે. સૌર પંપને પ્રોત્સાહન આપવાની પણ વાત કરવામાં આવી છે. સિવિલ સર્વિસની પરીત્રામાં હિસ્સો લેનાર સામાન્ય વર્ગના ઉમેદવારની વર્તમાન વયને ૩૨ વર્ષથી ઘટાડીને ૨૭ વર્ષ કરી દેવાની વાત કરવામાં આવી છે. આને ૨૦૨૨-૨૩ સુધી અમલી કરવાની વાત કરવામાં આવી છે. શિક્ષણ પર જીડીપીને વધારી દેવાની વાત કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૨ સુધી શિક્ષણ પર જીડીપી ટકાવારી બે ગણી કરીને ઓછામાં ઓછા છ ટકા કરવાની વાત કરવામાં આવી છે. શિક્ષણમાં કેન્દ્ર અનેરાજ્યોની ફાળવણી આશરે ત્રણ ટકા છે. શિક્ષકો માટે કઠોર યોગ્યતા પરીક્ષા રાખવાની વાત કરવામાં આવી છે. નવમાં ધરોણમાં જરૂરી એપ્ટીટ્યુડ ટેસ્ટ કરવાની વાત કરવામાં આવી છે.ાીતિ આયોગના નાયબ અધ્યક્ષ રાજીવ કુમારે ન્યુ ઇન્ડિયાએટદરેટ ૭૫ દસ્તાવેજ માટે તેની વ્યૂહરચના જારી કરવામાં આવ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, કૃષિ લોન માફી કૃષિ સેક્ટરની કટોકટીને દૂર કરવા માટેનો ઉકેલ નથી. નીતિ આયોગના સભ્ય અને કૃષિ નિષ્ણાત રમેશચંદે પણ કુમારે કહ્યું હતું કે, લોન માફીમાં સૌથી મોટી સમસ્યા એ છે કે, આના કારણે ખેડૂતોના એક ટૂંકા વર્ગને જ ફાયદો થશે. સૌથી ગરીબ રાજ્યોમાં લોનમાફીથી માત્ર ૧૦થી ૧૫ ટકા ખેડૂતોને જ ફાયદો થઇ રહ્યો છે. સંસ્થાકીય લોન ખુબ ઓછી સંખ્યામાં ખેડૂતો મેળવે છે. ઘણા રાજ્યોમાં ૨૫ ટકા કરતા ઓછા ખેડૂતો સંસ્થાકીય લોન લઇ ચુક્યા છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે, સંસ્થાકીય લોનના સંદર્ભમાં જ્યારે ખેડૂતોના મૂલ્યાંકનની વાત કરવામાં આવે છે ત્યારે રાજ્યોમાં સ્થિતિ જુદા જુદા પ્રકારની છે. કૃષિ લોન માફી ઉપર સરકારે જંગી નાણાં ખર્ચ કરી રહી નથી. કેગના રિપોર્ટમાં પણ કહેવામાં આવી ચુક્યું છે કે, કૃષિ લોન માફીથી કોઇ ફાયદો થનાર નથી. કૃષિ સેક્ટરમાં રેલી સમસ્યા આના લીધે ઉકેલાશે નહીં. કુમાર અને ચંદ બંનેએ કહ્યું હતું કે, નીતિ આયોગ કૃષિ સેક્ટરમાં તેમના દ્વારા હાથ ધરવામાં આવેલા સુધારા પગલાના સંદર્ભમાં રાજ્યોને ફાળવણી સાથે લિંક કરવા કૃષિ મંત્રાલયને સૂચન કરશે.

જીએસટીના સંદર્ભમાં પ્રશ્નના જવાબમાં કુમારે કહ્યું હતું કે, સરેરાશ રેટ વધી ગયેલા સંસાધનો સાથે ૧૫ ટકા સુધી છે. કરવેરાની જાળ પણ વધી રહી છે. નોકરીની તકોના સંદર્ભમાં નીતિ આયોગના ઉપપ્રમુખે કહ્યું હતું કે, રોજગારીના મોરચા ઉપર કટોકટી યોગ્ય શબ્દ છે તેમ તેઓ માનતા નથી. કેટલાક અન્ય જે સુચન નીતિ આયોગ દ્વારા કરવામાં આવ્યા છે તેમાં ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ટોપના ૫૦ દેશોમાં ભારતને પહોંચાડી દેવા માટે કામ કરવાની બાબત પણ સામેલ છે.

Previous articleઝારખંડ મોબ લિંચિંગ કેસઃ તમામ ૮ દોષીઓને આજીવન કેદની સજા
Next articleતંદૂર કાંડ : દોષિત સુશીલને તરત છોડવાનો આદેશ થયો