અલંગ પો.સ્ટે.ના આરોપીને ભાવનગર એસઓજી કચ્છ જિલ્લામાંથી ઝડપી લાવી

1071

ભાવનગર જિલ્લાના અલંગ પોલીસ મથકના ૭ વર્ષ પહેલા નોંધાયેલા પ્રોહીબીશનના ગુનાનો આરોપી ફરાર હોય જે હાલમાં કચ્છ જીલ્લાના ભચાઉ તાલુકાના ચીરઈ ગામે હોવાની ભાવનગર એસઓજીના કોન્સ્ટેબલને બાતમી મળી અને એસઓજી તથા મહુવા પો.સ્ટે.ના પીએસઆઈ સહિત કાફલો કચ્છ જિલ્લામાં પહોંચ્યો અને ભચાઉ તાલુકાના ચિરઈ ગામેથી અલંગ પો.સ્ટે.ના દારૂના ગુનામાં ૭ વર્ષથી ફરાર આરોપીને ઝડપી લઈ ભાવનગર લાવ્યા બાદ અલંગ પો.સ્ટે.ને સોંપી દીધો હતો.

એસઓજીના પોલીસ કોન્સ. સોહિલભાઈ ચોકીયા તથા હેડ કોન્સ. યોગેન્દ્‌ય્રસિંહ ગોહિલને મળેલ સંયુકત બાતમી આધારે અલંગ પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી રામદેવસિંહ કરણુભા જાડેજા (ઉ.વ.ર૯) રહેવાસી ગામ મોટી ચીરઈ તા. ભચાઉ જી. કચ્છ (ભુજ) વાળાને તેના ગામ ચીરઈ ખાતેથી ઝડપી પાડી ભાવનગર લાવી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી અલંગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ. જેને કોર્ટમાં રજુ કરતા કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કરતા જેલ હવાલે કરાયેલ. આ કામગીરીમાં એસઓજીના  પોલીસ સબ ઈન્સ. ડી.ડી.પરમાર તથા મહુવા પો.સ્ટે.ના સબ ઈન્સ. એમ.ડી. મકવાણા તથા યોગેન્દ્રસિંહ ગોહિલ, હરેશભાઈઉલવા, સોહિલભાઈ ચોકીયા ડ્રાઈવર ભોજાભાઈ જોડાયા હતાં.

Previous articleરાજુલા સરકારી હોસ્પિ.માં બ્લડ સ્ટોરેજ સેન્ટર શરૂ
Next article બાઈક સાથે ખુંટીયો અથડાતા રામ-લક્ષ્મણની જોડી ખંડિત