ભાવ. રેડક્રોસને રાજ્યપાલના હસ્તે ૮ એવોર્ડ

823

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર જિલ્લા શાખા માનવતાલક્ષી અનેક આરોગ્ય સેવાઓ ભાવનગરમાં નમુનારૂપ કામગીરી કરી રહેલ છે. રાજ્ય રેડક્રોસના માર્ગદર્શન નીચે કુલ ૩૩ જેટલી આરોગ્યલક્ષી પ્રવૃત્તિ રેડક્રોસ ભવન, દિવાનપરા રોડ ખાતે ધમધમી રહી છે. તારીખ ર૦ ડિસેમ્બરના રોજ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર જિલ્લા શાખાને ગુજરાત રાજ્યના રાજ્યપાલ ઓ.પી. કોહલીના હસ્તે તથા ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન ડો.ભાવેશભાઈ આચાર્ય હસ્તે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા અમદાવાદ ખાતે આઠ એવોર્ડ એનાયત થયા છે. સમગ્ર રાજ્યમાં ભાવનગર રેડક્રોસ દેહદાન, ચક્ષુદાન, જુનિયર રેડક્રોસ અને ઉત્કૃષ્ટ શાખા વિભાગમાં પ્રથમ ક્રમે રહેલ છે તેમજ અંગદાન, યુથ રેડક્રોસ, ખાસ આરોગ્યલક્ષી સેવાઓમાં અને પ્રાથમિક સારવાર તાલીમમાં બીજા ક્રમે રહેલ છે. અત્રે ગૌરવપૂર્વક કહી શકીએ કે ભાવનગર રેડક્રોસ જિલ્લા શાખાના ફાળે જેટલા રાજ્યકક્ષાના એવોર્ડ આવેલ છે જે હાલમાં સમગ્ર રાજ્યના અન્ય જિલ્લાઓ કરતા સૌથી વધુ છે અને રાજ્યભરમાં ભાવનગર રેડક્રોસની ઉત્કૃષ્ટ સેવાઓ અસરકારક રીતે આપવામાં આવી રહી છે, જેના માધ્યમથી રાજ્યમાં રેડક્રોસ ભાવનગર શાખાને પ્રથમ ક્રમે આઉટ સ્ટેન્ડીંગ બ્રાન્ચ તરીકે પસંદગી થવા પામેલ છે. ભાવનગર રેડક્રોસની ટીમ ડો.મિલનભાઈ દવે, સુમિતભાઈ ઠક્કર, ડો.પ્રકાશભાઈ ભટ્ટ, પ્રો.જગદિશભાઈ ત્રિવેદી, વિનય કામળીયા, ઈલાબેન ડોડીયા, નમ્રતાબેન દવેએ ઉપસ્થિત રહી એવોર્ડ સ્વીકારેલ.

Previous articleઠગાઈના ગુનામાં ૧૦ વર્ષથી ફરાર શખ્સને બોટાદ પોલીસે ઝડપી લીધો
Next articleપીપાવાવ પોર્ટ નજીક માલગાડીએ સિંહણને ફંગોળી : આબાદ બચાવ