રણવીર પોતાની માતા અને બહેનથી સૌથી વધારે ડરે છેઃ દીપિકા પાદુકોણ

833

થોડા દિવસો અગાઉ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન ખૂબ ચર્ચામાં હતા. બંનેએ ઇટાલીના લેક કોમોમાં કોંકણી અને સિંધી રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. લગ્ન પછી ફોટોઝ સોશ્યલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ હતી. આ બાદ બંનેની રિસેપ્શન પાર્ટીની ફોટોઝ અને વીડિયોઝ પણ વાયરલ થયા હતા. લગ્ન પછી બંનેએ પોતાની લાઇફનું નવુ ચેપ્ટર એન્જોય કરી રહ્યા છે. એક ઇન્ટરવ્યુમાં દીપિકાને પૂછવામાં આવ્યુ કે શું રણવીરની માતા અંજૂ ભવનાનીએ તેને રણવીરને સાચવવા માટે કોઈ ટિપ્સ આપી છે? તેના પર દીપિકાએ આપેલો જવાબ ખૂબ જ રસપ્રદ આપ્યો હતો. દીપિકાએ કહ્યુ કે, કોઇ ટિપ્સ નથી આપી પરંતુ રણવીરના પેટેન્ટ્‌સને દીપિકાને તેને લઇ જવા માટે કહે છે. દીપિકાએ ખુલાસો કર્યો કે, રણવીર પોતાની માતા અને બહેનથી સૌથી વધારે ડરે છે.