સિનિયર નેશનલ સ્ટેટ જુડોમાં સિલ્વર મેડલ મેળવતી રૂચિકાબા

517

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર એસ.વાય. બી.કોમમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કુ. જાડેજા રૂચિકાબા મહેન્દ્રસિંહ સીનીયર નેશનલ સ્ટેટ જુડોમાં પસંદગી પામી હતી. જેમાં તેને દ્વિતીયા નંબર પ્રાપ્ત કરીને સીલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો.

આ વિદ્યાર્થીનીએ એમ.કે.બી.યુનિ.ની આંતર કોલેજ જુડોની સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી આંતર યુનિ.માં  પસંદગી પામેલ છે. ખેલ મહાકુંભ નડીયાદ ખાતે તૃતીય નંબર પ્રાપ્ત કરી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ હતો. તેમજ જુનીયર સ્ટેટ જુડો સ્પર્ધા (વડોદરા)માં તૃતીય નંબર મેળવી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ હતો.

Previous articleબાવળીયાનો વિજય, ભાજપની આતશબાજી
Next articleખાનગી બસ, ઓઈલ ટેન્કર ડીટેઈન કરતી ટ્રાફિક પોલીસ