૧૪ વર્ષીય અર્જુને જૂનિયર ગોલ્ફ વર્લ્ડ ચેમ્પિયનશીપ પુરસ્કાર જીત્યો

659

૧૪ વર્ષીય ગોલ્ફર અર્જુન ભાટીએ મલયેશિયામાં આયોજિત યુએસ કિડ્‌સ જૂનિયર ગોલ્ફ વર્લ્ડ ચેમ્પિયન ૨૦૧૮નો પુરસ્કાર પોતાને નામ કર્યો. હકીકતમાં આ પ્રતિયોગિતામાં ૨૯ દેશોનાં ખેલાડીઓએ ભાગ લીધો હતો. પરંતુ ભાટીએ આ પુરસ્કારને જીતીને દેશનું નામ રોશન કર્યુ છે.

તમને જણાવી દઇએ કે અર્જુને અમેરિકાનાં એક્સલ મોહરૂને હરાવીને આ પુરસ્કાર પર કબ્જો હાંસલ કર્યો છે. પુરસ્કાર જીત્યા બાદ અર્જુને કહ્યું કે,’હું દુનિયાનો નંબર-૧ ગોલ્ફર બનવા ઇચ્છું છું અને ભારત માટે ગોલ્ડ મેડલ લાવવા ઇચ્છું છું.” તમને જણાવી દઇએ કે ગ્રેટર વેલી સ્કૂલ, ગ્રેટર નોએડામાં ભણે છે.

Previous articleવિરાટથી નથી કોઈ નારાજગી ખેલાડી તરીકે તે મને પસંદ છેઃ પેન
Next articleત્રીજી ટેસ્ટમાં હું સદી કે બેવડી સદી ફટકારી શકુ છુંઃ રહાણે