નશાખોરોને પકડવા પોલીસનું ચેકીંગ

1097

૩૧ ડિસેમ્બર સહિતનાં તહેવારો આવી રહ્યા છે ત્યારે દારૂ પી છાકટા બની વાહન ચલાવતા અને લોકોની જીંદગી જોખમમાં મુકતા લોકોને અગાઉથી જ ઝડપી લેવાયા તેવા આશયથી ભાવનગર પોલીસ દ્વારા નશાખોરોને ઝડપી લેવા ચેકીંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

એસ.પી.માલની સુચનાથી આજે શહેરનાં ગઢેચી વડલા તથા જ્વેલ્સ સર્કલમાં સવારે વાહન ચાલકોને ઉભા રાખી મોંમા મશીન મુકી નશો કરેલો છે કે નહી તેનું તથા તેઓનાં વાહનોનું પણ ચેકીંગ કર્યુ હતું. જો કે પોલીસ સવારનો સમય પસંદ કર્યા હોવાનાં કારણે કોઈ દારૂ પીધેલો મળ્યો ન હતો જો સાંજનો કે રાત્રીનાં સમય હોત તો કેટલાક કેસો હાથમાં આવી શક્યા હોત તેવી પણ રમુજી ચર્ચાઓ થતી હતી.

Previous articleશ્રીકૃષ્ણ ચરિત્રામૃત કથાનો પ્રારંભ : શોભાયાત્રા નિકળી
Next articleઘરફોડ ચોરીના ગુન્હામાં વોન્ટેડ આરોપી ઝડપાશે