ISIS નેટવર્કનો પર્દાફાશ : ૧૦ જબ્બે

684

નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી અને એટીએસની ટીમે આજે આક્રમક કાર્યવાહી હાથ ધરી હતી. એનઆઈએ દ્વારા ૧૦ આતંકવાદીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલાઓમાં મૌલવીથી લઇને સિવિલ એન્જિનિયર સુધીના ખતરનાક શખ્સોનો સમાવેશ થાય છે. આત્મઘાતી હુમલાની ઘાતક યોજના તૈયાર કરવામાં આવી રહી હતી. સ્વદેશી બનાવટની ૧૨ પિસ્તોલ, ૧૨૦ એલાર્મ ક્લોક, ૧૦૦ મોબાઇલ ફોન, ૧૩૫ સિમકાર્ડ અને લેપટોપ કબજે કરવામાં આવ્યા છે. નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીએ વ્યાપક દરોડા અને તપાસ બાદ આઈએસઆઈએસ પ્રાયોજિત આતંકવાદી માળખાનો પર્દાફાશ કર્યો હતો. એનઆઈએ દ્વારા આજે સવારથી જ ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાં ૧૭થી વધુ સ્થળો દરોડા વ્યાપક કાર્યવાહી હાથ ધરી હતી. હરકત ઉલ હર્બે ઇસ્લામ નામથી નવા મોડ્યુઅલમાં તપાસ ચાલી રહી છે. ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ(એનઆઈએ) આલોક મિત્તલે માહિતી આપતા કહ્યું હતું કે, આ આતંકવાદી નેટવર્ક દિલ્હીના મહત્વના રાજકીય અને સુરક્ષા સ્થળો ઉપર હુમલાની તૈયારીમાં હતું. ૧૨ પિસ્તોલ, સ્વદેશી બનાવટના રોકેટ લોન્ચરો મળી આવ્યા છે. ૧૦૦ મોબાઇલ ફોન, ૧૩૫ સિમકાર્ડ અને એક લેપટોપ, શ્રેણીબદ્ધ ઇલેક્ટ્રોનિક ગેજેટો અને દારુગોળાનો જથ્થો મળી આવ્યો છે. પોતાના નાણાંથી આ ગતિવિધિ ચાલી રહી હતી. પોતાના ઘરેથી સોનાની ચોરી કરવામાં આવી રહી હતીઅને પોતાની પ્રવૃત્તિ માટે ફંડ એકત્રિત કરવાની ગતિવિધિ ચાલી રહી હતી. એનઆઈએ દ્વારા ૧૭થી વધુ સ્થળોએ વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા શખ્સોની આકરી પુછપરછ કરવામાં આવી રહી છે. ૧૬ શકમંદોની પુછપરછ કરવામાં આવી રહી છે. આ પુછપરછ બાદ ૧૦ની ધરપકડ કરાઈ હતી જેમાં મૌલવીથી લઇને સિવિલ એન્જિનિયરોનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી  રાષ્ટ્રીય તપાસ સંસ્થા અને યુપી એટીએસે મળીને કરી હતી. ઝડપાયેલા લોકોમાં પાંચ ઉત્તરપ્રદેશના અને પાંચ દિલ્હીના છે. આ તમામ લોકો વિદેશમાં બેસીને એક હેન્ડલરના સંપર્કમાં હતા. હેન્ડલરના સંદર્ભમાં હજુ માહિતી આપવામાં આવી નથી. એનઆઈએના કેહવા મુજબ આ આતંકવાદીઓનો લીડર મૌલવી સોહેલ છે અને દિલ્હીના જાફરાબાદમાં રહે છે. તે મસ્જિદમાં એક મૌલવી તરીકે હતો. આઈએસઆઈએસથી સંચાલિત મોડ્યુઅલમાં એમીટી યુનિવર્સિટીમાં સિવિલ એન્જિનિયરિંગ કરનાર વિદ્યાર્થી, ઓટો ડ્રાઇવર, મૌલવી, ગારમેન્ટ કારોબારી સામેલ છે. તમામની વય ૨૦થી ૩૦ વર્ષની છે.

શકમંદોમાં એક મહિલા પણ સામેલ છે. આ તમામ લોકો વોટ્‌સએપ અને ટેલિગ્રાફ ઉપર વાત કરતા હતા. આ શકમંદો એકબીજાની સાથે સંપર્કમાં હતા. તેમના કહેવા મુજબ રિમોટ  કન્ટ્રોલ બોંબ અને આત્મઘાતી હુમલાનો હેતુ હતો. બુલેટપ્રુફ જેકેટ પણ બનાવી રહ્યા હતા. ત્રણથી ચાર મહિના પહેલા જ મોડ્યુલની શરૂઆત થઇ હતી. કાર્યવાહીના આધાર પર ઉંડી તપાસનો દોર ચાલી રહ્યો છે.ઝડપાઈ ગયેલાઓમાં માસ્ટર માઇન્ડ ગણાતા મોહમ્મદ સોહેલનો સમાવેશ થાય છે જેને મુફ્તી અથવા તો કેટલીક ચીજોમાં નિષ્ણાત તરીકે ગણવામાં આવે છે. પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં અમરોહામાંથી તે ધાર્મિક ગતિવિધિ પણ ચલાવી રહ્યો હતો.

Previous articleગેરકાયદેસર શિકાર કરતા ચિત્રાંગદાના પૂર્વ પતિ રંધાવાની ધરપકડ
Next articleઅમેરિકાઃ ક્રિસમસ સેલિબ્રેશન દરમ્યાન ઘરમાં લાગી આગ, ત્રણ ભારતીય બાળકોના મોત