રાજુલા તાલુકામાં નવી પ્રાથ. શાળાના મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે ઈ. ખાતમુહુર્ત

703

રાજુલા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓ જર્જરિત હોય તેને નવી બનાવવા માટે રજુઆતો પુર્વ સંસદીય સચિવ હિરાભાઈ સોલંકીએ સરકારમાં રજુઆતો કરી હતી અને આ શાળાઓ બનાવવા માંગણી કરી હતી.

આજે તા. રપ-૧ર-૧૮ના વિકટર ગામે નવિ પ્રાથમિક શાળાનું ખાત મુહુર્ત કરતા વિકટર ગામના વડિલ બાબુભાઈ મકવાણા તેમજ વિકટર ગામના સરપંચ પરિતાબેન મહેશભાઈ મકવાણા, ઉપસરપંચ રમેશભાઈ ભટ્ટ, દાદુભાઈ ગાહા અને વિકટર ગામના પ્રાથમિક શાળાના આચાર્ય રાજુભાઈ સાકરીયા દ્વારા ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

તેમજ નવા આગરીયા ખાતે ગામના સરપંચ ગામ આગેવાનો તાલુકા શિક્ષણ અધિકારી મણીબેન ગામીત શિક્ષકો સહિત ઉપસ્થિત રહી વિકટર અને નવા આગરીયામાં નવી પ્રાથમિક શાળાઓના ખાતમુહુર્ત કરાયા હતાં.

Previous article૪૮૦ કામદારોને ઔદ્યોગિક સલામતી અને સ્વસ્થય તાલીમ સાથે જોડવામાં આવ્યુ
Next articleઉમરાળા પોલીસ દ્વારા નશાખોરોને ઝડપી લેવા હાથ ધરાયેલી કાર્યવાહી