દિપાવલી પર્વે સ્વામિનારાયણ મંદિરમાં ૧૫૦મી ગાંધી જયંતી થીમ પર સ્વચ્છતા અભિયાનની વિશાળ રંગોળી

377

સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં દીપાવલીના લોક પર્વે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણાથી છેલ્લા ૨૨ વર્ષથી રંગોળીની રંગતનું ભવ્ય આયોજન શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે કરવામાં આવે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી મુખવાણી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ તથા શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવ અંતર્ગત રંગોળી ૬૦ ફૂટ ટ ૬૦ ફુટના ઘેરાવવાળી વિવિધ રંગોથી સુશોભિત ૧૫૦મી ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાને પ્રબોધેલા સ્વચ્છતાના આદેશોને મૂર્તિમંત કરવાનો પ્રયાસ રંગોળીમાં કરવામાં આવ્યો છે. રંગોળીમાં ૧૬૦ કિલો કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના દર્શનાર્થે અનેક ભાવિકો હર્ષભેર ઉમટે છે.

Previous articleકમોસમી વરસાદથી ડાંગરના પાકને નુકશાન થતા ખેડૂતનો આપઘાત
Next articleઆશિષ ભાટિયાને અમદાવાદ પોલીસ કમિશનરનો ચાર્જ સોંપાયો