સિંધુનગરમાં જાહેરમાં જુગાર રમતા આઠ ગેમ્બલરો ઝબ્બે

717

શહેરનાં સિંધુનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા આંઠ શખ્સોને બી.ડીવીઝન પોલીસે દરોડો પાડીને રૂા.૮૩,૭૦૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

બનાવ અંગે પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ શહેરનાં સીંધીનગર, પ્રભારામ ચોકમાં રામ બલરામ ટી સ્ટોલ પાછળ જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીનાં આધારે બી.ડીવીઝન પોલીસે દરોડો પાડીને જાહેરમાં બાતમીનાં આધારે બી.ડીવીઝન પોલીસે દરોડો પાડીને જાહેરમાં હારજીતનો જુગાર રમતા અમીત પ્રકાશભાી પલસાણી, ગીરીશ ઉર્ફે ગોપાલ વિશ્નુભાઈ પીંજાણી, કમલેશ મોહનભાઈ, ભરત રમેશભાઈ, અમીત પચ્છામલ સીંધી, મયુર કિશનચંદ્ર, યોગેશ સુરેશભાઈ તથા મહેન્દ્ર જેઠાભાઈ બાલચંદાણી સહિત આંઠ શખ્સોને રૂા.૧૭,૭૦૦ની રોકડ રકમ તથા મોબાઈલ અને એકટીવા સ્કુટર સહિત રૂા.૮૩,૭૦૦નાં મુદામાલ સાથે ઝડપી લઈ જુગારધારાની કલમ તળે ગુનો નોંધી લોકઅપ હવાલે કરી દીધા હતા. બનાવ અંગેની તપાસ .એસ.આઈ. એમ.એમ.મુનશી ચલાવી રહ્યા છે.