શહેરના તિલકનગર વિસ્તારમાં સિદીના ટેનામેન્ટમાં મકાન માલિક પોતે બહારથી માણસો બોલાવી જુગાર ધામ ચલાવતો હોવાની બાતમીના આધારે ઘોઘા રોડ પોલીસે મોડી રાત્રીના દરોડો પાડીને જુગારી ઈલેવનને રૂા. ર.રર લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈને લોકઅપમાં ધકેલી દિધા હતાં.
પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર શહેરના તિલકનગર વિસ્તારમાં સીદીના ટેનામેન્ટમાં રહેતા યુનુસ કાસમભાઈ સીદી પોતાના મકાનની અગાસીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હતો તેવી બાતમીના આધારે ઘોઘા રોડ પોલીસ કાફલાએ મોડી રાત્રીના દરોડો પાડીને મકાન માલિક યુનુસ સીદી ઉપરાંત હીરાભાઈ આતુભાઈ, બાવચંદ ઉર્ફે લાલો બોધાભાઈ, સંતોષ શાંતિભાઈ ચૌહાણ, રમેશભાઈ કમાભાઈ, દિપકભાઈ બિજલભાઈ, નદીમ અનવરભાઈ, દપર્ણભાઈ રાજભાઈ શેઠ, ઈરફાન ઉમરભાઈ, ચિરાગભાઈ અશોકભાઈ, હર્ષદભાઈ ભાનુભાઈ સહિત જુગારની બાજી માંડીને બેઠેલા ૧૧ શખ્સોને જુગારના પટમાંથી રોકડ રૂા. ૪પ,ર૬૦,૧ર મોબાઈલ, પ બાઈક સહિતના રૂા. ર.રર લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી અને ગુનો નોંધી વધુ તપાસ એએસઆઈ એમ.એમ.મુનશી ચલાવી રહ્યા છે.
















