પ્રોહીબીશનના ગુનામાં ૩ વર્ષથી ફરાર શખ્સને ઝડપી લેતી ઘોઘારોડ પોલીસ

1093

આજરોજ ઘોઘારોડ પોલીસ સ્ટેશનના આસી. સબ ઈન્સ. એમ.એમ. મુનશી, હેડ કોન્સ. વાયએન.જાડેજા, મહેશભાઈ હેમુભાઈ, વરાજસિંહ પરમાર, કિર્તિસિંહ રાણા, ફારૂકભાઈ મહીડા, ખેંગારસિંંહ ગોહિલ, જયદિપસિંંહ જાડેજા, સાગરદાન લાંગડીયા એમ પો.સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં, દરમિયાન પો.કોન્સ. મહેશભાઈ હેમુભાઈ વનરાજસિંહ પરમારને મળેલ સંયુકત બાતમી આધારે ઘોઘા રોડ પો.સ્ટે.ના ૩,પ૦,૦૦૦/-ના પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂના કેસમાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો બંસીલાલ જાલારામ બીશ્રનોઈ (ઉ.વ.૪૦) રહે. સાકડ ગામ, રાણીવાડ ગામ પાસે, તા. સાંચોર, જિ. જાલોરવાળાને આડોડીયવાસમાં આવેલ છે તેવી હક્કિત મળતા તેને ખાનગી હક્કિત આધારે ધોરણસર અટક કરેલ છે. મજકુર વિરૂધ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ગુન્હાના કામે ધોરણસરની કાર્યવાહી કરી આગળની તપાસ એમ.એમ. મુનશી ચલાવી રહ્યા છે.

Previous articleઈંગ્લીશ દારૂની ૧ર બોટલ સાથે શખ્સને ઝડપી લેતી દાઠા પોલીસ
Next articleજાફરાબાદમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા રથનું સ્વાગત