પાર્ટી ઊજવણીના કાલ્પનિક ડરથી મારે બહાર આવવું છે : કેટરિના કૈફ

809

મોખરાની અભિનેત્રી કેટરિના કૈફે કહ્યું હતું કે હવે મારે વિવિધ પાર્ટીની ઊજવણીના કાલ્પનિક ડર (ફોબિયા)થી મુક્ત થઇ જવું છે. ૨૦૦૮ના જુલાઇમાં કેટરિનાની બર્થ ડે પાર્ટીમાં પહેલીવાર શાહરુખ ખાન અને સલમાન ખાન વચ્ચે ઝઘડો થયો હતો અને રાતોરાત બંને વચ્ચે અબોલા સ્થપાઇ ગયા હતા. એ પહેલાં તો બંનેએ રાકેશ રાશનની ફિલ્મ કરણ અર્જુમાં સગ્ગા ભાઇઓનો રોલ કર્યો હતો. લગભગ પોણો દાયકો બંને એકમેકથી કતરાતા રહ્યા હતા. કેટરિના કૈફ આ ઘટના પછી એટલી ડરી ગઇ હતી કે એ કોઇ પણ પ્રકારની પાર્ટી યોજવાથી દૂર રહી હતી એટલુંજ નહીં પરંતુ આવી પાર્ટીમાં બહુ ઓછી જતી. પાર્ટીમાં જાય તો એક ખૂણામાં ઊભી રહીને સોફ્ટ ડ્રીન્ક માણ્યા કરતી. બધાંની સાથે બહુ હળતી ભળતી નહોતી.  જો કે આ વરસે ક્રિસમસ પર એણે પહેલીવાર ફરી પાર્ટી યોજી અને એમાં બંને ખાનને હાજર રહેવાની વિનંતી કરી. તાજેતરની કેટરિનાની ફિલ્મોમાં એનો અભિનય વખણાયો હતો. ફિલ્મોને સારો આવકાર સાંપડયો નહોતો. ઊલટું ઠગ્સ ઑફ હિન્દુસ્તાન અને ઝીરો જેવી મેગાબજેટ અને મલ્ટિસ્ટાર કહેવાય એવી ફિલ્મો બોક્સ ઑફિસ પર પીટાઇ ગઇ હતી.

Previous articleલંડનમાં નવ વર્ષને આવકારશે પ્રિયંકા ચોપરા-નિક જોનાસ
Next articleપીએમની બાયોપિકમાં મોદીનું પાત્ર વિવેક ઓબેરોય ભજવશે