સોનમ કપૂરે કર્યો એકરારઃ ટાઇગર શ્રોફને સ્ટોક કરવાની મજા પડે છે

1046

મોખરાની અભિનેત્રી નેશનલ એવોર્ડ વિજેતા સોનમ કપૂરે કહ્યું હતું કે મને ટાઇગર શ્રોફની ફિરકી લેવામાં મજા પડે છે. હું ટાઇગરના ઇન્સ્ટાગ્રામ પરના એકાઉન્ટમાં સ્ટોક કરતી હોઉં છું.

મોખરાના ફિલ્મ સર્જક કરણ જોહરના સુપરહિટ ટીવી શો કૉફી વીથ કરણમાં હાજર રહેલી સોનમને કરણે પૂછ્યું હતું કે ફિલ્મોમાં ખુલ્લા ડિલે દેખાતો કયો અભિનેતા તમને વધુ ગમે છે ? ત્યારે સોનમે ટાઇગરનું નામ લીધું હતું.

આ એપિસોડમાં કપૂર પરિવારના ત્રણે સંતાનો હાજર રહ્યાં હતાં. સોનમ કપૂર, રિયા કપૂર અને હર્ષવર્દન. કરણ એ ત્રણેને જુદા જુદા સવાલો જુદી જુદી સ્ટાઇલથી પૂછતો રહ્યો હતો અને ત્રણે જણ પોતપોતાની સ્ટાઇલમાં જવાબ આપી રહ્યા હતા.

સોનમે કહ્યું કે હું ટાઇગરને સ્ટોક કરતી હોઉં છું. એની વર્ક આઉટની વિડિયો અને એની ડાન્સની ક્લીપ જોવામાં મને અનેરો આનંદ આવે છે.

ટાઇગર નવા કલાકારોમાં એક માત્ર એવો  છે જેની કાયા સતત કસરતના કારણે સ્નાયુબદ્ધ છે અને એ શર્ટ વગર પણ પરદા પર દીપી ઊઠે છે. એ સિલ્વેસ્ટર સ્ટેલોનને પોતાનો આદર્શ માને છે અને એની સાથોસાથ કરાટે અને કૂંગ ફૂ જેવી કલાઓનો પણ અભ્યાસી રહ્યો છે.

Previous articleનૈતિક હિંમત કેળવો તો મી ટુ નહીં કરવું પડે : રાની મુખરજી
Next articleઅજય દેવગનન સાથે પ્રકાશ ઝા ફરીવખત ફિલ્મ બનાવશે